(એજન્સી) યુએન, તા.૩૦
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. જેના પર જવાબ આપતા ભારતે કહ્યુ કે પાકિસ્તાનની નવી સરકાર ’વિવદ’માં શામેલ થવાની જગ્યાએ દક્ષિણ એશિયાને આતંક અને હિંસાથી મુક્ત કરવાની દિશામાં કામ કરવુ જોઈએ. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈય્યદ અકબરુદ્દીનની આ ટિપ્પણી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મધ્યસ્થતા તેમજ વિવાદોને નિપટાવવાના મુદ્દે થયેલી ચર્ચા દરમિયાન કરી છે. અકબરુદ્દીને ચર્ચા દરમિયાન કહ્યુ, ’હું ભારતના એક અભિન્ન અંગ પર ટિપ્પણી કરનારા અલગ-થલગ પડેલા પ્રતિનિધિ મંડળ, પાકિસ્તાનને એ યાદ કરાવવા માટે આ અવસરનો ઉપયોગ કરીશ કે તેઓએ ભારતના અભિન્ન અંગ પર અનઈચ્છિત ટિપ્પણી કરી જેના સંદર્ભમાં તેના શાંતિપૂર્ણ સમાધાન માટે વિચાર શાંતિપુર્ણ થવા જોઈએ કાર્યવાહી અને પગલા પણ શાંતિપૂર્ણ હોવા જોઈએ.’
પાકિસ્તાનની રાજદૂત મલીહા લોધીએ ચર્ચા દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેના પર અકબરુદ્દીને કડક પ્રતિક્રિયા આપી. તેઓએ કહ્યુ કે પાકિસ્તાન ખોટી રીતે આ મામલાને ઉઠાવી રહ્યુ છે અને તેના આ દ્રષ્ટીકોણને પહેલાજ નકારી કાઢવામાં આવ્યુ છે. તે ન તો શાંતિપૂર્ણ ઉદ્દેશ દર્શાવે છે અને ન તેના કામકાજમાં શાંતિ નજરે પડે છે.
અકબરુદ્દીને પાકિસ્તાનમાં ઈમરાન ખાનના નેતૃત્વમાં બનેલી નવી સરકારનો હવાલો આપતા કહ્યુ, ’અમે આશા કરીએ છીએ કે પાકિસ્તાનની નવી સરકાર વિવાદોમાં ઉલજવાને બદલે દક્ષિણ એશિયા ક્ષેત્રને સ્થિરતા અને સુરક્ષા પ્રદાન કરવા સહિત તેના વિકાસ માટે કામ કરશે.