અમદાવાદ, તા.૧૫
ગુજરાતની ઓળખસમા ર૩ જેટલા સિંહોના ટપોટપ મોત થતાં વન વિભાગ અને સરકાર દોડતા થયા છે. આ ઘટનાના આખા દેશમાં પડઘા પડ્યા છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં સરકારે પોતાનો જવાબ રજૂ કર્યો હતો. જેમાં સિંહોનાં મોત અંગે સરકાર ગંભીર હોય તેવું દર્શાવાયું છે, જ્યારે આ અંગે બુધવારે નવી ગાઈડલાઈન થઈ શકશે.
ગુજરાતના ગીરમાં ટપોટપ ૨૩ સિંહોનાં મોતને લઇ ગુજરાત હાઈકોર્ટ સખ્ત બની છે. બુધવારે આ અંગે એક નવી ગાઇડલાઇન જાહેર કરી શકે છે. જેમાં તમામ સિંહોનું રસીકરણ કરવા આદેશ અપાઈ શકે છે. ઉપરાંત રસ્તા પર કેમેરા અને સ્પીડ ગન મૂકવાનું સૂચન આપશે. જરૂરી સ્થળોએ ફેન્સિંગ કરવાનું સૂચન પણ અપાઈ શકે છે. આ તમામ સૂચનો હાઈકોર્ટમાં કોર્ટમિત્રો દ્વારા આપવામાં આવ્યા છે.
આ ઘટનાને ગંભીરતાથી લઈ રાજ્ય સરકારે પણ પોતાનો જવાબ હાઈકોર્ટમાં દાખલ કર્યો હતો. જેમાં સરકારે જણાવ્યું કે, હાલમાં ૩૧ સિંહોને અન્ય સિંહોથી અલગ રખાયા છે. કુલ ૫૦૦ જેટલી રસી સિંહોને અપાઈ છે, જ્યારે વધુ ૫૦૦ રસી અમેરિકાથી મંગાવવામાં આવી છે.
સિંહોનાં મોતને અટકાવવા માટે ફેન્સિગ પણ કરવામાં આવશે. આ સાથે ગીર વિસ્તારમાં નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ માટે વન વિભાગ અને વાઇલ્ડ લાઇફના જાણકાર લોકો કામ કરી રહ્યા છે. સરકાર દ્વારા સિંહોનાં મોતને અટકાવવા માટે જરૂરી પગલાં પણ લેવામાં આવશે.
હાઈકોર્ટે કોર્ટ મિત્ર પાસે સૂચનો માગ્યા હતા. સિંહોના મોતને અટકાવવા તત્કાલ ધોરણે શું પગલા જરૂરી છે તે બાબતે હાઈકોર્ટે સૂચનો માગ્યા હતા. સરકારને તાત્કાલિક ધોરણે શું નિર્દેશ આપી શકાય તે બાબતે પણ કોર્ટ મિત્ર પાસે સૂચન માંગ્યા હતા.
ત્યારે સિંહોના મોતને અટકાવવા સરકારે જવાબ રજૂ કર્યો હતો. સરકાર વતી એડિશનલ એડવોકેટ જનરલે જવાબ આપ્યો કે સિંહોના મોતને લઈને સરકાર ગંભીર છે. ૩૩ ચેપી સિંહોને રસી આપઈ છે. ૫૦૦ જેટલી રસી આપવામાં આવી છે. હાઈકોર્ટે પૂછ્યું કે ૩૧ સિંહોના આઈસોલેશન મામલે ઈન્ફેક્શન રોકવા શું પગલાં લેવા અને નિષ્ણાતોની શું સલાહ છે.? જેના જવાબમાં સરકારે કહ્યું કે ૩૧ સિંહોને આઈસોલેશનમાં ખસેડવામાં આવ્યા છે.
તમામ સિંહોનું વેક્સીનેશન કરવું જરૂરી નથી. તો અન્ય ૫૦૦ રસી પણ માંગાવઈ છે. રેગ્યુલર સર્વે કરવામા આવી રહ્યો. ગ્રીન એરિયા અને રેડ એરિયાને જુદો પાડવામાં આવ્યો. રેડ એરિયાને વાયરસ ઈફેક્ટેડ સિંહો તરીકે અલગ પાડ્યો છે.