– વિભૂતિ નારાયણ રાય (પૂર્વ IPS અધિકારી)

બે દાયકામાં પ્રથમ વખત કોઈ પાકિસ્તાની સેનાધ્યક્ષ પોતાના નિશ્ચિત સમયે નિવૃત્ત થયા. આ સમાચાર ભારતીય વાચકો માટે આશ્રર્યજનક હોઈ શકે છે, પરંતુ પાકિસ્તાની સમાજ પર નજીકથી નજર રાખવાવાળઓ માટે કદીય અસ્વાભાવિક નથી. પ્રથમ ગવર્નર જનરલ મોહંમદઅલી ઝીણા અને વડાપ્રધાન લિયાકતઅલી બાદ ૭૦ વર્ષ જૂના પાકિસ્તાની રાષ્ટ્રમાં મોટાભાગે સેનાધ્યક્ષ જ સૌથી શક્તિશાળી શખ્સ માનવામાં આવે છે. આવામાં, જનરલ રાહીલ શરીફનું નિયત સમયે નિવૃત્ત થવું એક મોટી ઘટના છે. ખાસ કરીને ત્યારે, જ્યારે આ તથ્યને બધા સ્વીકારે છે કે હાલ તેઓ પોતાની લોકપ્રિયતાની ચરમસીમાએ હતા અને જનતાની વચ્ચે તેમની સ્વીકૃતિનો ગ્રાફ વડાપ્રધાન નવાઝ શરીફ કરતાં ઘણો ઊંચો હતો. સ્વાભાવિક છે કે ભારતમાં પણ જનરલ રાહીલ શરીફના વિદાયને લઈને પર્યાપ્ત ઉત્સુકતા જોવા મળી. આ એટલા માટે પણ અપેક્ષિત હતું કે તેઓ ભારત સંદર્ભે કટ્ટર હતા અને છેલ્લા ઘણાં સમયથી ભારત-પાક સીમા સતત હેડલાઈન્સોમાં ચમકતી રહી હતી અને તેના માટે તેમની નીતિઓ પણ થોડા ઘણા અંશે જવાબદાર હતી.

મોટાભાગના ભારતીય વિશ્લેષકોએ રાહીલ શરીફની વિદાયને પાકિસ્તાની સેનાની ભારત વિષયક નીતિઓ થનાર સંભવિત પરિવર્તનોની તપાસ પર કેન્દ્રિત કર્યું અને સ્વભાવિક રૂપથી અમુકનું માનવું છે કે નેતૃત્વ પરિવર્તનથી પાકિસ્તાની સેનાની વોર ડોક્ટ્રિન પર કાંઈ વિશેષ ફરક નહીં પડે. કારણ કે એક સંસ્થાના રૂપમાં તેનું અસ્તિત્વ જ ભારત દ્રોહ પર ટકેલું છે. બીજી તરફ, અમુક એવા વિશ્લેષક પણ છે, જેમની સોચ છે કે નવા સેનાધ્યક્ષ જનરલ કમર જાવેદ બાજવા સૈનિક અધિકારીઓની તે ધારા સાથે જોડાયેલા છે, જે માને છે ભારતથી પણ મોટો ખતરો પાકિસ્તાનની અંદર સક્રિય આતંકી સંગઠનોથી છે. એટલા માટે જ તેમના નેતૃત્વમાં સરહદ પર તણાવ ઓછો થશે. મને લાગે છે કે બંને પ્રકારના વિશ્લેષણોમાં આ પરિવર્તન બાદ નાગરિક તથા સૈનિક નેતૃત્વના સંબંધોમાં આવનારા પરિવર્તનને જરૂરી મહત્ત્વ નથી આપવામાં આવ્યું. જનરલ રાહીલ શરીફનો કાર્યકાળ બળવા વિના ધીરે ધીરે સેના દ્વારા વિદેશ, ગૃહ તથા સંરક્ષણ મામલામાં અંતિમ નિર્ણયનો અધિકાર પોતાના હાથોમાં લઈ લેવા માટે યાદ કરવામાં આવશે. આવું માત્ર સેનાના પ્રયાસોથી જ સંભવ નથી બન્યું બલ્કે રાજનીતિક નેતૃત્વ તથા મીડિયાના એક મોટા હિસ્સા દ્વારા આનંુ સ્વાગત, પ્રોત્સાહન તથા અનેક વખત આની માંગ પણ કરવામાં આવી. ઈમરાન ખાને તો સેનાને થર્ડ અમ્પાયર ઘોષિત કરી દીધા, જેની આંગળી ઉઠતાં જ નવાઝ શરીફ આઉટ થઈ જશે. ‘ડોન’ અખબારનું કહેવું છે કે વિચારધારા તથા હેસિયતમાં ફરક છતાં પ્રત્યેક રાજકીય પક્ષે લોકશાહીમાં સેનાનો હસ્તક્ષેપને પ્રોત્સાહન આપેલ છે. ખુદ સેનાના નિર્મિત છતાં નવાઝે પોતાના ગત કાર્યકાળમાં વડાપ્રધાન કાર્યાલયની સર્વોચ્ચતા જાળવી રાખવાની કોશિશ કરી હતી. પરંતુ લાગે છે કે છેલ્લે જનરલ પરવેઝ મુશર્રફ દ્વારા બળવો (સત્તા પરિવર્તન) બાદ તેમને આત્મવિશ્વાસ સમાપ્ત થઈ ગયો અને આ વખતે તે ચૂંકે ચાં કર્યા વિના દરેક મૌકા પર ફૌજની સામે સમર્પણ કરતા રહ્યા છે. ઘણી વખત તો અપમાનજનક સ્થિતિમાં પણ. જનરલ રાહીલ શરીફના ઉત્તરાધિકારી ચૂંટવા માટે તેમણે ઘણી બધી વધારાની સાવધાની રાખી અને દરેક વખતની જેમ વફાદારી સૌથી મહત્ત્વપૂર્ણ બાબત રહી છે. અનેક જનરલોની વરિષ્ઠતાને નજરઅંદાજ કરીને જ્યારે કમર જાવેદ બાજવાને સેનાધ્યક્ષ નિયુક્ત કર્યા, તો પાકિસ્તાની મીડિયાએ આનું સૌથી મોટું કારણ વડાપ્રધાન શરીફથી જનરલ બાજવાની નિક્ટતા અને નાગરિક પ્રશાસનમાં સેનાનો હસ્તક્ષેપ વિરુદ્ધ તેમની કથિત સલાહને જણાવ્યું. આ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો દ્વારા જનરલ ઝિયા-ઉલ-હક અને નવાઝ શરીફ દ્વારા જનરલ પરવેઝ મુશર્રફની પૂર્વ નિયુક્તિઓથી મળતો મામલો લાગે છે. ત્યારે પણ વરિષ્ઠતાના ઉલ્લંઘનની પાછળ એ જ કારણ જણાવ્યું હતું કે અને બંને મામલામાં ફેંસલો ખોટો સાબિત થયેલો. પોતાના વારા પહેલાં ફોર સ્ટાર જનરલ બનેલ ઝિયા-ઉલ-હક અને પરવેઝ મુશર્રફએ નાગરિક પ્રશાસનનો તખ્તો પલ્ટી નાખ્યો હતો. સમગ્ર પાકિસ્તાની મીડિયા મહિનાઓથી અંદાજ લગાવી રહ્યું હતું અને નવાઝે પત્તા ના ખોલ્યા. તેઓ પોતાની વિદેશ યાત્રા અધવચ્ચે જ છોડીને આવ્યા. સીધા જ રાષ્ટ્રપતિ ભવન ગયા અને ખુદ ફાઈલ પર તેમની સહી કરાવી નિયત સમયથી માત્ર બે દિવસ પહેલા જનરલ બાજવાના નામની ઘોષણા કરી દીધી. આ સમગ્ર ક્વાયતનું શું પરિણામ આવશે અને સિવિલ મિલિટરી સંબંધ આગળ કેવા હશે, એ તો આવનારો સમય બતાવશે, પરંતુ આ પરિણામ પર ભારત અને પાકિસ્તાનના સંબંધ નિર્ભર રહેશે. પાકિસ્તાન અંગે રસ ધરાવનારા જાણે છે કે એક નહીં બે પાકિસ્તાન છે અને બંને ઘણી વખત સ્વતંત્રરૂપથી અને ક્યારેક ક્યારેક તો એકબીજાથી વિપરીત કાર્યરત દેખાય છે. પહેલાનું કેન્દ્ર ઈસ્લામાબાદમાં છે, જ્યાં વડાપ્રધાન કાર્યાલય અને નેશનલ એસેમ્બલી છે અને બીજાનું હૃદય ત્યાંથી અમુક કિલોમીટર દૂર રાવલપિંડીનું હેડ ક્વાર્ટસ અથવા ય્ૐઊમાં ધડકે છે. પોતાને લોકશાહી કહેનાર કોઈ રાષ્ટ્રને પૂછવું ઠીક નથી કે વિદેશ, ગૃહ અથવા રક્ષા સંબંધી મામલામાં અંતિમ નિર્ણય ક્યાં લેવામાં આવે છે, પરંતુ પાકિસ્તાનમાં આ પ્રશ્ન અપ્રાસંગિક નથી કારણ કે ત્યાં તો મોટાભાગે આખરી નિર્ણય ય્ૐઊ કરે છે.

પાકિસ્તાનના બે મોટા રાજકીય પક્ષ-પાકિસ્તાન પિપલ્સ પાર્ટી અને મુસ્લિમ લીગ (નૂન)એ ગત બે ચૂંટણી ભારત સાથે સંબંધ સુધારવાના નામે લડયા અને જીત્યા હતા. બંનેએ સરકાર બનાવ્યા બાદ ભારત સાથે સંબંધ સુધારવાની કોશિશ પણ કરી હતી. પરંતુ પ્રારંભિક ઊભરા બાદ બંને અસફળ બન્યા. બંનેએ ભારતને મોસ્ટ ફેવર્ડનેશનનો દરજજો આપવાનો પ્રયાસ કર્યો અને ના આપી શક્યા. બંનેએ ઘોષિત પ્રયાસ કર્યા કે કાશ્મીર સમસ્યાનો હલ નિકાળવાની પ્રતિક્ષા કર્યા વિના ભારત સાથે વ્યાપારિક સંબંધો મજબૂત કરવામાં આવે, પરંતુ બંને અસફળ રહ્યા. એવું માત્ર ફોજની હઠ ના કારણે થયું. જનરલ બાજવાની નિયુક્તિ ભારત માટે ત્યારે સકારાત્મક અર્થ હશે, જ્યારે તેઓ નીતિગત મામલામાં નાગરિક પ્રશાસનની સર્વોચ્ચતા સ્વીકાર કરે. પાકિસ્તાની જનતાનું વિશાળ બહુમતી ભારતથી દોસ્તી ઈચ્છે છ અને માટે તે એવા પક્ષોને જીતાવતા આવ્યા છે, જે ચૂંટણી ઢંઢેરામાં સંબંધ સુધારવાની વાત કરે છે. તકલીફ ફોજ અને કઠમુલ્લોના પ્રભાવક્ષેત્રવાળા અલ્પસંખ્યક સમૂહોની છે, જે યુદ્ધની ભાષા બોલે છે. નવાઝે નવા સેનાધ્યક્ષ નિયુક્ત તો એ જ આશા સાથે કરેલ છે. આપણે પ્રાર્થના કરવી જોઈએ કે તેઓ આમાં સફળ થાય.