સંતરામપુર,તા.રર
સંતરામપુર તાલુકાની ૩ ગ્રામ પંચાયતો ચીતવા, બુગડ, તલાદરાની યોજાયેલ ચૂંટણીનું આજરોજ મામલતદાર કચેરી સંતરામપુર મત-ગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ હાથ ધરવામાં આવેલ.
આ ચૂંટણીમાં ચીતવા ગ્રામ પંચાયતના સરપંચ પદે સુરેન્દ્રભાઈ નાથાભાઈ ડામોર બુગડ ગ્રામ પંચાયતનાં સરપંચ પદે ધુળાભાઈ અખમાભાઈ ડામોર, તલાદરા ગ્રામ પંચાયતનાં સરપંચ પદે હરીયાબેન ભરતભાઈ ડામોર વધુ મત મળતા ચૂંટાયેલા જાહેર થયા હતા.
મત-ગણતરી પૂર્ણ થતા જીતેલા ઉમેદવારોના ટેકેદારો દ્વારા અબીલ ગુલાલ ઉઠાવી અને ફટાકડા ફોડી ડી.જે.ના તાલે નાચતા કૂદતા વિજયને મનાવ્યો હતો.