નવા વર્ષના આગમનની ઉજવણી જ્યારે એક ઉત્સવ સમાન બનતી જાય છે ત્યારે તે સમાજના દરેક વર્ગને સ્પર્શતી જાય છે. એક તરફ અમીરો અને પૈસાદાર લોકોના આનંદ માટે પોતાના પેટનો ખાડો પૂરવા ફુગ્ગા વેચનારા અનેક લોકો અનેક ફુગ્ગા વેચી કમાણી કરવાનું કાર્ય કરે છે તો બીજી તરફ જાત-જાતના આકર્ષક દેખાવો થકી અનેક લોકો પોતાનો શોખ પૂરો કરી આનંદ માણે છે. અહીં પ્રસ્તુત બે જુદી-જુદી તસવીરોમાં એક મહિલા પોતાના અંબોડીને સાન્તા ક્લોઝનો ઘાટ આપી ઉજવણીનો અનંદ લઈ રહી છે જ્યારે બીજી તસવીરમાં અનેક ફુગ્ગાઓ તૈયાર કરવા કલાકોથી કામે લાગી પોતાના પેટના ખાડાને પુરવા શ્રમજીવી પરિવારો મહેનત કરતા નજરે પડે છે ત્યારે ‘પેટનો ખાડો પુરવાનો આનંદ’ અને ‘મોજ-શોખનો આનંદ’ બંને તરફથી આનંદ ઘણું કહી જાય છે.