વર્ષ ર૦૧૮ની વિદાય થઈ ચૂકી છે અને નવા વર્ષ ર૦૧૯નો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. વિશ્વભરમાં નવા વર્ષની અનેકવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદમાં ૩૧મી ડિસેમ્બરની રાત્રીના ૧ર વાગ્યાથી જ ઉઝવણીનો દોર શરૂ થઈ ગયો હતો જે દિવસ દરમ્યાન પણ જારી રહ્યો હતો. મણિનગર વિસ્તારમાં ર૦૧૯ને આવકારવા અનોખી રીતે ઉજવણી કરવાની પરંપરા છે. ચર્ચમાં પ્રાર્થના કર્યા બાદ ખૂલ્લા મેદાનમાં એકઠા થયેલા લોકો દ્વારા ર૦૧૯ ફૂગ્ગાઓ હવામાં છોડી નવા વર્ષને વધાવામાં આવ્યો હતો.