હિન્દુતિથિ મુજબનું વિક્રમ સંવતનું નવું વર્ષ આવવાની તૈયારી છે ત્યારે વેપારીઓ માટે વિશેષ મહત્ત્વ ધરાવતો ચોપડા પૂજનનો દિવસ પણ નજીકમાં જ છે તે જોતાં ચોપડા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો આ કામગીરી પૂરજોશમાં કરી રહ્યા છે. આજે ડિજિટલ યુગ આવી ગયો છે સર્વત્ર કોમ્પ્યુટર જોવા મળી રહ્યા છે. છતાં ચોપડાઓની ખાતાવહીએ સર્વત્ર પોતાનું સ્થાન અકબંધ રાખ્યું છે. ચોપડા બનાવવાના આ કામમાં અનેક મુસ્લિમ કારીગરો પણ છે. આમ આ કાર્ય કોમી-એકતાની પણ મિશાલ પૂરી પાડે છે. કેટલાક કટ્ટરવાદી તત્ત્વો પોતાનો રોટલો શેકવા બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવે છે. જ્યારે બંને કોમના લોકો તો કોણ હિન્દુ ? કોણ મુસ્લિમ ? તેવું ભૂલાવી માનવધર્મ નિભાવતા એકબીજાની સાથે બંધાઈ રહેવાનું પસંદ કરે છે.