(એજન્સી) ન્યુયોર્ક, તા.૧૧
અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ શહેરના પ્રખ્યાત ટાઈમ્સ સ્કવેયર નજીક થયો છે. પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હોવાના અહેવાલ છે. સમાચાર એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આ ઘટના સોમવારે ટાઈમ્સ સ્કવેર પાસેના પોર્ટ ઓથોરિટી બસ ટર્મિનલ પાસે ઘટી હતી. ન્યુયોર્કના પોલીસ વિભાગે ટ્‌વીટ કરી હતી કે, એનવાયપીડી (ન્યુયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ) અજાણ્યા કારણોસર ૪રમી સ્ટ્રીટ અને ૮માં એવન્યુમાં વિસ્ફોટોના અહેવાલો સંદર્ભે યોગ્ય કાર્યવાહી થઈ રહી છે. હાલમાં એ, સી અને ઈ લાઈનને ખાલી કરવામાં આવી રહી છે. આ પ્રાથમિક માહિતી છે. વધુ માહિતી અમને મળતાં જ અહીં જણાવીશું. પ્રાથમિક અહેવાલો મળતા મુજબ વિસ્ફોટમાં રર લોકો ઘાયલ થયા છે.