(એજન્સી) તા.૧૩
નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન વિમેનના (દ્ગહ્લૈંઉ) પ્રમુખ અરુણા રોયે નવી દિલ્હીના જામિયા મિલ્લિયા ઇસ્લામિયા (જેએમઆઇ) કેમ્પસમાં ફેબ્રુ.માં થયેલ હિંસા પર સત્યશોધક અહેવાલ જાહેર કર્યો છે. આ અહેવાલની આખરી નકલમાં દ્ગહ્લૈંઉએ પીડિતો, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો, તબીબી વ્યવસાયિકો, વહીવટી સ્ટાફ અને કાનૂનવિદો સાથે વાત કરીને આ સમગ્ર ઘટના અંગે ઉપયોગી અવલોકન કર્યા છે.
શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વકીલોએ જણાવ્યું છે કે સીએએનો વિરોધ કરી રહેલા તેમના પર હિંસા આચરવામાં આવી હતી. એટલું જ નહીં શાંત દેખાવ કરી રહેલા દેખાવકારો પર કેમિકલ ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહિલાઓને યૌન શોષણ માટે નિશાન બનાવવામાં આવી હતી. પીડિતોએ જણાવ્યું હતું કે કેમ્પસ પર હિંસામાં પોલીસ તેમજ સાદી કે નકલી વર્દીધારીઓની ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે.
દેખાવકારો પર અશ્રુવાયુ નહીં પરંતુ કોઇ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે પોલીસે કોઇ ઝેરી કે કેમિકલ પદાર્થનો ઉપયોગ કર્યાનો ઇનકાર કર્યો હતો અને એવો દાવો કર્યો હતો કે તે મોસ્ક્યુટો ફ્યુમિગેશન સ્પ્રે હતો. પરંતુ હોલિ ફેમિલી હોસ્પિટલના તબીબી વહીવટીતંત્રએ પોલીસનેા દાવાને જૂઠો ગણાવ્યો છે. દ્ગહ્લૈંઉના રિપોર્ટમાં ંજણાવાયું છે કે કેટલાય વિદ્યાર્થીઓને ગુપ્તાંગો અને પેટમાં ઇજા સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. દ્ગહ્લૈંઉએ જણાવ્યું છે કે નિઃશસ્ત્ર નાગરિકો પર કેમિકલનો ઉપયોગ કરવો તે ગુનાહિત કૃત્ય છે અને યુએનના અનેક ઠરાવોમાં તેને ગેરકાયદે જાહેર કરવામાં આવેલ છે. આ ઉપરાંત પોલીસ દ્વારા પાશવી મારપીટને કારણે કેટલાય વિદ્યાર્થીઓની પાંસળીઓ, ઘૂંટણ અને હાડકાઓમાં ફ્રેક્ચર થયું હતું. પુરુષ પોલીસકર્મીઓ દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવી હતી અને ૧૫ મહિલાઓ તેમજ ૩૦ પુરુષના ગુપ્તાંગો પર હુમલા કરાયાં હતાં, તેના કારણે કેટલીક મહિલાઓના યોનિ પટલ તૂટી ગયાં હતાં. આ રિપોર્ટના સંદર્ભમાં દ્ગહ્લૈંઉએ જામિયા કેમ્પસમા નિઃશસ્ત્ર નાગરિકો પર પોલીસની અભૂતપૂર્વ પાશવતા સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે.