જૂનાગઢ, તા.ર
તાલાલા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સામે સસ્પેન્ડ કરાયેલ કોંગી ધારાસભ્ય ભગવાન બારડને ગઈકાલે સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપતા પેટાચૂંટણી સામે સ્ટે આપ્યો છે. જેથી હવે તાલાલા બેઠકની પેટાચૂંટણી નહીં થાય તેવી સ્થિતિ સર્જાય છે. આ મુદ્દે ધારાસભ્ય ભગવાન બારડે પ્રતિક્રિયા આપતા જણાવેલ હતું કે, અન્યાય સામે ન્યાયની લડાઈમાં અસત્યની સામે સત્યનો વિજય થયો છે. દેશની ન્યાયપાલિકા ઉપર પ્રથમથી જ ભરોંસો હતો. જેથી અમો નીચલી કોર્ટથી લઈ દેશની સર્વોચ્ચ કોર્ટ સુધી અમોને થયેલ અન્યાય બાબતે લડત લડ્યા છીએ. સરકારે કાયદા વિરૂદ્ધ ગેરકાયદેસર રીતે મારી સામે સસ્પેન્ડની કાર્યવાહી કરી હતી મને થયેલ અન્યાય બાબતે મેં જાહેરમાં સ્પષ્ટતા કરી હતી. જેના કારણે પ્રજાએ નક્કી કરી લીધું હતું કે, જો તાલાલા બેઠક ઉપર પેટાચૂંટણી યોજાય તો શું પરિણામ આપવું તેની સાથે લોકસભામાં પણ શું પરિણામ આપવું અને આવનારા સમયમાં આવનાર ગીર સોમનાથ જિલ્લા મથકમાં આવતા કોંગી આગેવાનો અને કાર્યકરોમાં ખુશી વ્યાપી ગઈ હતી. આ ખુશી વ્યક્ત કરવા વેરાવળમાં આવેલ ગીર સોમનાથ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી આગેવાનોએ ફટાકડા ફોડી આતશબાજી કરી એક-બીજાના મોઢા મીઠા કરાવી અન્ય સામે ન્યાય મળ્યાની ખુશી વ્યક્ત કરી હતી.