(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૩૦
ઉના તાલુકાના ગાંગડા ગામની અસ્મીતા ગોહીલ નામની સીધી સાદી યુવતીની પરીવારમાં છાપ ધરાવતી અસ્મીતા આજે સુરતમાં લેડીડોન ભુરી નામથી કુખ્યાત થઇ ગયેલ છે. સુરત શહેરને લોકોને હચમચાવતી હોય તેમ ગુંડાગીરી તથા મારામારી તથા ખુલ્લેઆમ તલવાર લઇ નિકળી ધમકાવી લોકોને ડરાવી રહી છે. તેવો વિડીયો વાયરલ થતા આ લેડીડોન ભુરીની પોલીસે ધડપકડ કરી છે.
તેણીના ફ્લેશ બેકમાં જઈએ તો મુળ ગાંગડા ગામની અસ્મીતા ગોહીલના પરીવાર વિશે જાણીએ તો તેનો પરીવારમાં તેના પિતા જીલુભાઇ વિરાભાઇ ગોહીલ હાલ મજુરી કામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે તેના ઘરના સભ્યોમાં તેમના માતા જાનુબેન વિરાભાઇ ગોહીલના ૭ સંતાનોમાં છ દિકરી તેમજ એકનો એક દિકરો સૌથી નાનો છે. આ અસ્મીતા ગોહીલને ઉના તાલુકાના ગાંગડા ગામેથી ત્રણ વર્ષ પહેલા ગાંગડા ગામનો ઘેલો ઉર્ફે રવિ ખીમા મકવાણા ભગાડી ગયો હતો. ત્યારબાદ એ શખ્સ વિરૂધ્ધ અસ્મીતાના પિતાએ પોલીસ ફરીયાદ નોંધાવેલ હતી. જેના એક વર્ષ બાદમાં ઘેલો ઉર્ફે રવિ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયેલ અને તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. ત્યારથી અસ્મીતા ભુરી ઘરેથી આવી ગયેલ ત્યારપછી અચાનક એક દિવસ ઘરના સભ્યો સુતા હતા અને અસ્મીતા કોઇને કહ્યા વગર ઘરેથી નિકળી ગઇ હતી. આજે સુરતની લેડીડોનથી ઘરે ઘરે જાણીતી બની ગઇ છે.આજે એમના પરીવારની મુલાકાત લીધી ત્યારે અસ્મીતાની વાત કરતા તેમની માતા જાનુબેન ગળગળા થઇ ગયા હતા અને એક પણ શબ્દ બોલ્યા ન હતા. તેમના પિતાએ જણાવેલ કે ત્રણ વર્ષથી અસ્મીતા ઘરેથી નિકળી પછી ક્યારેય પણ ગાંગડા આવી નથી અમે ટીવીમાં અને છાપામાં તેમના વિશે વાચીએ છીએ ત્યારે ખુબ દુઃખ થાય છે. ત્રણ વર્ષમાં ફક્ત બે થી ત્રણ વખત અસ્મીતાના ફોન આવેલા પછી ક્યારેય ફોન આવેલ નથી. મારી દિકરી આવી હતી નહી પણ કેમ આવી થઇ ગઇ તે સમજાતુ નથી ? આજે પણ અમે એમને સ્વીકારવા તૈયાર છીએ પણ લેડીડોન ભુરીને નહી અમારી પહેલા હતી એવી અસ્મીતા બનીને આવે તો અમારા આંગણાના દરવાજા એમના માટે ખુલ્લા છે. આટલા શબ્દો બોલી લેડીડોન ભુરીના પપ્પા ગળગળા થઇ ગયા હતા.
જીલુભાઇએ જણાવેલ કે મારી દિકરી ગુનો કબુલ કરી છુટી જાય પછી શાંતિથી રહે તેવી આશા વ્યક્ત કરી હતી. મારે તો ગામમાં કોઇને મોઢુ બતાવા જેવુ રહ્યુ નથી તેમ કહી દુઃખ વ્યક્ત કરેલ હતું.