(એજન્સી) મુંબઈ, તા.૨૫
નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીની કોર્ટે આજે એલ્ગાર પરિષદ કેસમાં એક્ટીવિસ્ટ અને વિદ્વાન આનંદ ટેલતુમ્બડેને ડિફોલ્ટ જામીન આપવાનો ઇન્કાર કર્યો. એમની ધરપકડ માઓવાદીઓ સાથેના સંબંધો ધરાવતી એલ્ગર પરિષદ સાથે હોવાના આક્ષેપો મૂકી કરાઈ હતી. જેમ કે એન.આઈ.એ. એ ટેલતુમ્બડે સામે યુ.એ.પી.એ. કાયદાની જોગવાઈ મુજબ નિર્ધારિત કરાયેલ ૯૦ દિવસોમાં ચાર્જશીટ દાખલ કરી ન હતી. એ માટે ટેલતુમ્બડેએ ૧૩મી જુલાઈએ ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૧૬૭(૨) હેઠળ જામીન માટે અરજી દાખલ કરી હતી. આ પ્રકારના જામીનને ઘણી વખત ડિફોલ્ટ જામીન પણ કહેવામાં આવે છે. પણ સ્પેશિયલ જજ ડી.ઈ. કોથાલીકારે એમની અરજી રદ્દ કરી હતી. ૧૨મી જુલાઈએ કોર્ટે એન.આઈ.એ.ને ચાર્જશીટ દાખલ કરવા માટે ૯૦ દિવસનો વધુ સમય આપ્યું હતું. ટેલતુમ્બડેની ધરપકડ ૧૪મી એપ્રિલે કરાઈ હતી જયારે એમણે સુપ્રીમ કોર્ટના નિર્દેશોના પગલે આત્મ સમર્પણ કર્યું હતું. એન.આઈ.એ. કોર્ટે આ પહેલા આ જ પ્રકારની આ જ કેસના અન્ય આરોપી ગૌતમ નવલખાની જામીન અરજી પણ નામંજૂર કરી હતી.
ટેલતુમ્બડે, નવલખા અને અન્ય ૯ની સામે માઓવાદી સાથે સંબંધ ધરાવતા હોવાના અને સરકાર ઉથલાવવાના આક્ષેપો મૂકી યુ.એ.પી.એ.ના કડક કાયદા હેઠળ કેસ નોંધાયો હતો. એમની સામે સૌથી પહેલા પુણે પોલીસે પુણે જિલ્લાના ભીમા કોરેગાંવ માં થયેલ હિંસા સંદર્ભે કેસ નોંધો હતો. પુણેમાં ૩૧ ડિસેમ્બર ૨૦૧ડના રોજ માઓવાદીઓ દ્વારા સમર્થિત એલ્ગાર પરિષદ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં ઉશ્કરેણીજનક ભાષણો અપાયા હતા જેના બીજા દિવસે ત્યાં હિંસા ફાટી નીકળી હતી.