ઉના, તા. ર૩
ઉના ગીરગઢડા તાલુકામાં અતીવૃષ્ટીના કારણે ગ્રામ્ય વિસ્તારની પ્રજાનુ જીવન ધોરણ અસ્તવ્યસ્થ થઇ ગયેલ છે. પાણી જન્ય રોગચાળો ફાટી નીકળવાની સંભાવનાને ધ્યાને લઇ મહેતા સાર્વનીક હોસ્પિટલ ઉના-મુબઇના ટ્રસ્ટી દ્રારા ડોક્ટરો અને સ્ટાફના સહયોગથી ૩ એમ્બ્યુલન્સ મારફતે ગ્રામ્ય કક્ષાએ જઇ અસરગ્રસ્ત લોકોના વિનમૂલ્યે નિદાન સારવાર કરવામાં આવી રહ્યા છે. સંસ્થાના પ્રમુખ અને ટ્રસ્ટીઓ દ્વારા તાલુકાની જનતાના આરોગ્યની ચિંતાને ધ્યાને લઇ ઘર બેઠા અસરગ્રસ્ત ગામોમાં આ કેમ્પો કરવામાં આવતા લોકો રોજના ૬ ગામની મુલાકાત ડોક્ટર અને નર્સિગ સ્ટાફની ૩ ટીમો કામ કરી રહી છે. આ ટીમો સતત ૧૫ દિવસ સુધી દર્દીઓને નિદાન કરી તેના રોગ પ્રતિકારક દવાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત જે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરી સારવારની જરૂર પડે તેવા દર્દીને પણ વિનામૂલ્યે તમામ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. દવા, ઓપરેશન, એનેસ્થેસીયા, લેબોરેટરી તથા એક્ષરે વિગેરે તમામ રીપોર્ટની પણ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે. આમ મહેતા સાર્વજનિક હોસ્પિટલે અસરગ્રસ્ત ગામના લોકો માટે ૧૫ દિવસ સુધી વિનામૂલ્યે આરોગ્ય કેમ્પની શરૂઆત કરતા લોકોએ આ નિર્ણયને આવકારેલ છે.