(એજન્સી) નાઇજીરિયા,તા.૩
નાઇજીરિયામાં એક ઇમામે હિંસા અને નફરતના આ સમયમાં પોતાના જીવને જોખમમાં મૂકી ૨૫૦ ખ્રિસ્તી પશુપાલકોને બચાવી લીધા છે. નાઇજીરિયાના મધ્ય ક્ષેત્રમાં ગત શનિવારના રોજ પઠાણ રાજ્યમાં શસ્ત્ર મુસ્લિમ પશુપાલકો દ્વારા કરવામાં આવેલ હુમલામાં ઇમામે પોતાનો જીવ જોખમમાં નાખીને ૨૫૦ ખ્રિસ્તીઓના જીવ બચાવ્યા હતા. જેમાં લગભગ ૨૬૨ ખ્રિસ્તીઓમાંં મહિલાઓ, બાળકો અને પુરૂષો સામેલ હતા. અહેવાલ મુજબ, પાડોશી ગામમાંથી મોટાભાગના મુસ્લિમોનું શંકાસ્પદ ટોળું પશુપાલકો પાછળ દોડી રહ્યું હતું, જેેમના હુમલાથી ઇમામે પશુપાલકોના ટોળાંને બચાવી લીધું હતું. ઇમામે જણાવ્યું કે, તેમણે પહેલાં મહિલાઓને ઘરમાં શરણ આપ્યું ત્યારબાદ પુરુષોને મસ્જિદમાં લીધા. તેમને જણાવ્યું કે નાઇજીરિયાના મધ્ય ક્ષેત્રમાં ખેતી કરનાનાર સમુદાય અને સ્થાનિક પશુપાલકો વચ્ચે અવારનવાર અથડામણો થાય છે. વર્ષ ૨૦૧૬ના એક અહેવાલમાં ઉપાય સૂચવવામાં આવ્યો હતો કે, નાઇજિરિયા ગ્રામીણ સંઘર્ષમાં બોકોહરમને કારણે લોકોનાં મોત નિપજ્યા હતા. જો ઇમામે હસ્તક્ષેપ કર્યો ન હોત તો પશુપાલકોના હુમલામાં ખ્રિસ્તીઓ માર્યા ગયા હોત. એક ગ્રામીણે નાસભાગનું વર્ણન કરતા કહ્યું કે, પશુપાલકો એ પહેલાં ગામ ઉપર હુમલો કર્યો અને ફાયરિંગ શરૂ કરી દીધું. હુમલાખોરોને ગ્રામીણ મસ્જિદ તરફ ભાગ્યા હોવાની જાણ થતાં તેમણે ઇમામને બહાર કાઢવા કહ્યું પરંતુ ઇમામે ખ્રિસ્તીઓને બહાર કાઢવા ઇન્કાર કરી દીધો હતો અને પશુપાલકોને મસ્જિદમાં પ્રવેશતા અટકાવ્યા હતા. પશુપાલકોએ મસ્જિદ અને ઇમામને ઘર ફૂંકી મારવા ચીમકી ઉચ્ચારી હતી. ગ્રામીણ ખ્રિસ્તીઓને ઇમામે પાંચ દિવસ સુધી પોતાના ઘરમાં આશ્રય આપ્યો. ત્યારબાદ વિસ્થાપિતો શિબિરમાં ચાલ્યા ગયા હતા.