ગઈકાલે પાલડી ખાતે ABNPએ કરેલા હુમલાનો ભોગ બનેલા નિખિલ સવાણી ટ્‌વીટ કરીને જણાવ્યું છે કે, હું હાલ હોસ્પિટલમાં છું. મારા પર થયેલા હુમલાને ૨૪ કલાક વીતી ગયા છે. પણ હજુ સુધી પોલીસે હુમલાખોરો સામે FIR નોંધી નથી અને પોલીસ મારા પર ગુજરાત ભાજપના યુવા મોર્ચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલનું નામ પાછું ખેંચવા માટે દબાણ કરી રહી છે. પોલીસ હુમલાખોરો સામે ગુનો નહીં નોંધે તો હુું અસ્વસ્થ હાલતમાં અમદાવાદ પોલીસ કમિશનરની ઓફિસ પર ધરણા પર બેસીશ. તેવી નિખિલ સવાણીએ ચીમકી ઉચ્ચારી છે.