(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૩
ગુજરાતમાં નિપાહ વાયરસને પ્રવેશતા અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વાર આરોગ્ય વિભાગને એલર્ટ કરવામાં આવ્યું છે.ત્યારે સુરત મહાનગરપાલિકાના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પણ રેપીડ રિસ્પોન્સ ટીમ તૈયાર કરવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે ચામા ચીડિયાનું લોકેશન આઈડેન્ટીફાઈ કરી વોચ રાખવામાં આવી રહી છે.
ચામડિયાથી ફેલાતો વાયરસ નિપાહ માનવી માટે જીવલેણ સાબિત થઈરહ્યા છે. કેરળના કોઝીકેડમાં નિપાહ વાયરસથી માનવીના મોત થતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. ગુજરાત સરકારે તકેદારીના પગલા રૂપે જિલ્લા સ્તરે આરોગ્ય વિભાગની ટીમોને એલર્ટ કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલો ખાતે નિપાહ વાયરસ માટે વોર્ડ સ્ટેન્ડ બાય રાખવચામાં આવ્યો છે. સુરત શહેરમાં ચામા ચીડિયા કયા સૌથી વધુ હોય છે તે સ્થળ આઈડેન્ટીફાય કરવામાં આવી રહ્યાં છે. ચોકબજાર ખાતે ગાંધીબાગમાં સૌથી વધુ ચામા ચીડિયાની વસતિ હોવાનું ધ્યાને આવતા પશુપાલન વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમ ગાંધીબાગ ખાતે ચામા ચીડિયા પર વોચ રાખી રહી છે. રેપીડ રિસ્પોન્સ ટીમ તૈયાર કરી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સ્મીમેર હોસ્પિટલ ખાતે નિપાહ વાયરસ માટે અલગ વોર્ડ માટેની તૈયારી શરૂ કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના નાનપુરાના ગાંધીબાગ,કતાગામ ,ભટાર સહિતના વિસ્તારોમાં ચામા ચીડિયા નોંધપાત્ર રીતે રહે છે.