(એજન્સી) તા.૫
૨૮ ફેબ્રુ.ના રોજ બપોરે ૩ વાગ્યા પછી બાબાગુંદ ગામમાં ગોળીબારના અવાજો જ્યારે સંંભળાયા ત્યારે સુરક્ષા દળોએ નાગરિકોના એક જૂથને ફળોના વેપારી ફારુક અહમદના ઘરે આશ્રય લેવા જણાવ્યું હતું. આ એન્કાઉન્ટર ચાલુ રહેતા વધુ ગ્રામીણજનોને આ ઘરમાં ત્યાર બાદ વધુ થોડા ગ્રામીઓને એ ઘરમાં આશ્રય લેવાનું જણાવાયું હતું.
આમ ફારુક અહમદના ૧૦૧૦ ના રૂમમાં ૧૭ જેટલા લોકો ગીચોગીચ ભરાઇ ગયા હતા. આ એન્કાઉન્ટર ત્રણ દિવસ લાંબું ચાલ્યું હતું. ફારૂક અહમદે જણાવ્યું હતું કે અમારા ઘરની આસપાસ ચાર દિવસ સુધી સુરક્ષા દળો જોયા હતા અને અમારી પાસે જમવા માટે કોઇ ખોરાક ન હતો અને પોલીસે અમને સહાય કરવાની દરકાર પણ દાખવી ન હતી. અમોને શૌચાલયનો ઉપયોગ પણ કરવા દેવાયો ન હતો. મારી લગ્નલાયક ઉંમર ધરાવતી દીકરીઓને તેમને પૂરી પાડવામાં આવેલ બાલ્દીમાં શૌચક્રિયા કરવી પડી હતી.
એ જ રીતે બશીર અહમદ બટ અને તેના વયોવૃદ્ધ પડોશી યુસુફ શાહને પણ ગામની મસ્જિદમાં ભરાઇ રહેવું પડ્યું હતું. રવિવારે રાત્રે જ્યારે ભારતીય સુરક્ષા દળો અને સશસ્ત્ર ત્રાસવાદીઓ વચ્ચે આરપારનો સામસામો ગોળીબારનો જંગ થયો તેમાં બે આતંકીઓના, પાંચ સૈનિકોના અને એક નાગરિકનું મોત થયું હતું. ૧૩ ઘરોને લોકોના અંગત માલસામાન અને ૧૩ પરિવારોની આજીવન બચત સાથે સંપૂર્ણપણે ધરાશાયી કરી નાખવામા આવ્યા હતા. સાત ગૌશાળા પણ આગમાં લપેટાઇ ગઇ હતી એવું ગામના ટેક્સ કલેક્ટર મોહમદ ગનીએ જણાવ્યું હતું.
હંદવાડાના લોકો કહે છે કે તેઓ એક રીતે જોઇએ તો અઘોષિત યુદ્ધની સ્થિતિમાં હાલ જીવી રહ્યા છે. ગામના એક રહેવાસી અર્શદ અહમદે જણાવ્યું હતું કે અમારે કેટલાય દિવસો સુધી ખોરાક અને પાણીથી વંચિત રહેવું પડ્યું હતું.