(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદીને ભારત મોકલવા લંડનના વહીવટી તંત્ર દ્વારા વધુ પુરાવા માગવામાં આવ્યા છે. લંડનના વહીવટી તંત્રએ ભારત પાસે ત્રણ શરત મુકી છે અને ૧૮ જેટલા ખુલાસાઓ માગ્યા છે.
ભારત સરકાર નિરવ મોદીના પુરાવા લંડનને આપશે તો આ પુરાવા નિરવ મોદી સુધી પહોંચી જવાની આશંકા સેવવામાં આવી રહી છે. આ ઉપરાંત નિરવ મોદીની તમામ સંપતિ અંગે જાણકારી માગવામાં આવી છે.
લંડને એવી શરત ભારત સાથે રાખી છે કે, ભારત જે પુરાવા લંડનને આપશે તે તમામ પુરાવા નિરવ મોદીને આપવામાં આવશે. આમ કરવાથી નિરવ મોદીને પોતાનો બચાવ કરવાનો મોકો મળી જશે. નિરવ મોદી મામલે લંડનના વહીવટી તંત્રએ એન્ટિગુ સરકાર જેવુ વલણ અપનાવવાની શરૂઆત કરી છે.