(એજન્સી) ટોરેન્ટો, તા.૯
કોઈપણ જાતના ગુના વગર ૧૦ વર્ષ સુધી ગ્વાટામાલો જેલમાં બંધ રખાયેલ બેકસૂર મુસ્લિમ યુવક ઉમર ખજરની કેનેડા સરકારે માફી માગી છે. કેનેડા સરકારે માન્યું છે કે તેનાથી માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું છે. તેથી ઉમર ખજરને ૮૧ લાખ ડોલર વળતર અપાયું છે. કેનેડા સર્વોચ્ચ ન્યાયાલયના ર૦૧૦ના આદેશના આધારે સરકાર અને ખજરના વકીલોએ ગયા મહિને આ બાબતે એક સહમતિ સાધી હતી કે કેનેડાના અધિકારીઓએ ગ્વાટામાલોમાં ખજરના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. કેનેડા સરકારે ખજરની માફી માગતું નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં ખજરને વિદેશની જેલમાં પડેલ કઠીનાઈ બાબતે કેનેડિયન સરકારના અધિકારીઓની ભૂમિકા હોઈ શકે. કેનેડામાં જન્મેલા ખજરની ઉંમર ૧પ વર્ષની હતી ત્યારે તેને અમેરિકી સેના દ્વારા પકડી લેવાયો હતો ત્યારબાદ તેને ગ્વાટામાલો (જેલ) અમેરિકા લઈ જવાયો હતો. જ્યાં તેના પર સૈન્ય આયોગ દ્વારા યુદ્ધ અપરાધ લગાવાયો હતો. ઉલ્લેખનીય છે કે મૌરિટનિયન નાગરિક મોહમેદોઉ ઓઉલ્દ સલાહીએ હીરાસત કેન્દ્રમાં તેના પર ગુજારેલ ત્રાસ અંગે પુસ્તક લખ્યું છે. હવે તેને મુક્ત કરી દીધો છે. પુસ્તકમાં અમેરિકી જેલમાં કેદીઓ પર દુરાચાર અને અપમાનના કેસોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં બાંધી રાખવા, આંખે પાટા બાંધવા, લાંબો સમય ઊભા રાખવા, નગ્ન કરવાના, પાણી વગર તરસે મારવાના, સૂવા ન દેવું, હિંસાની ધમકીઓ અંગે વર્ણન કર્યું છે. મહિલા પૂછપરછકર્તા દ્વારા યોનશોષણનું વર્ણન કર્યું છે. સમુદ્રમાં લઈ જઈ ખારૂં પાણી પીવડાવ્યું ત્યાં સુધી કે તે ઉલ્ટી ન કરે પછી ચહેરા પર પંજા પર માર માર્યો. જેના નિશાન છૂપાવવા બર્ફમાં ડૂબાડી દેવાયા હતા. ર૦૦૪માં અત્યાચાર સહનશીલતા પાર કરી જતાં તેઓ જૂઠા નિવેદનો કરવા લાગ્યા સલાહીને ર૦૦૧માં ૯/૧૧ હુમલા બાદ મોરિટાનિયામાં અમેરિકી દળો દ્વારા પકડવામાં આવ્યો હતો. ૧૯૯૧-૯રમાં અફઘાનિસ્તાનમાં પ્રવાસ કરી અલ કાયદામાં સામેલ થવાનો આરોપ હતો.