(એજન્સી) ઢાકા, તા.૭
બાંગ્લાદેશે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોન્ફરન્સમાં નિરીક્ષક દેશ તરીકે બિનમુસ્લિમ રાષ્ટ્રો જેવા કે ભારતને સામેલ કરવા સંસ્થાના માળખાની પુનઃ રચના કરવાની ભલામણ કરી હતી.
ઓઆઈસીમાં મુસ્લિમ બહુમતી ધરાવતાં પ૭ જેટલા રાષ્ટ્રો સભ્યો તરીકે સામેલ છે. ઢાકામાં આયોજિત કાઉન્સિલ ઓફ ફોરેન મિનિસ્ટર્સ (સીએફએમ)ની વાર્ષિક સભામાં બાંગ્લાદેશના વિદેશ મંત્રી મહેમૂદઅલીએ જણાવ્યું હતું કે ઘણાં દેશો એવા છે જ્યાં મુસ્લિમોની વસ્તી નોંધપાત્ર છે. પણ આવા રાષ્ટ્રો સંગઠનના સભ્યો નથી. મુસ્લિમોની વધુ જનસંખ્યા ધરાવતાં દેશોને પણ સામેલ કરવા જોઈએ. જેથી ઓઆઈસીના સારા કામોથી આવા રાષ્ટ્રોના મુસ્લિમો વંચિત ન રહી જાય.
આ કારણે જ સંગઠનમાં સુધારા અને તેની પુનઃ રચના કરવાનું કામ મુશ્કેલ છે.
અલીએ જણાવ્યું હતું કે આવા દેશોમાં મુસ્લિમોની વસ્તી લઘુમતીમાં હશે પણ આવા દેશોની કુલ મુસ્લિમ વસ્તી ઓઆઈસીના સભ્ય રાષ્ટ્રો જેટલી આપવા તેની આસપાસ હશે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ગઈકાલે વિદેશમંત્રીઓના આ સંમેલનનું ઉદ્‌ઘાટન કર્યું હતું. નિષ્ણાતો અને અધિકારીઓએ જણાવ્યું હતું કે જો ભારતના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આ પ્રસ્તાવ ખૂબ જરૂરી છે કેમ કે ભારતમાં મુસ્લિમો બીજા નંબરની સૌથી મોટી વસ્તી ધરાવતો સમુદાય છે. સંગઠનના દેશો દ્વારા આ પ્રસ્તાવને આવકારવામાં આવ્યો હતો અને સેક્રેટરી જનરલ દ્વારા પણ આ દરખાસ્તના વખાણ કરાયા હતા પણ નિષ્ણાતોના મત મુજબ પાકિસ્તાન આ પ્રસ્તાવનો વિરોધ કરી શકે છે.