ઉના, તા.૧૧
ઉના નજીક ગીર જંગલ વિસ્તારમાં વિસ દિવસ પહેલા ગે.કા. લાયન શો ની ઘટના બહાર આવતા પકડાયેલા તમામ શખ્સો પર કાયદેસર કાર્યવાહી કર્યા બાદ આ પકડાયેલા શખ્સો પાસેથી વનવિભાગે મોબાઇલ કબ્જે કયા હતા અને એ મોબાઇલ પર ગે.કા. લાયન શોના ચોકાવનારા વિડીયો વનવિભાગે નિહાળ્યા હતા આ ગે.કા. લાયન શો ગીર જંગલમાં તેમાંય ખાસ કરીને બાબરીયા રેન્જમાં છેલ્લા ઘણા સમયથી ચાલતો હોય અને તેમાંય છેલ્લા ઘણા દિવસોથી ગે.કા. લાયન શો તેમજ સિંહોની વિડીયો ક્લીપ રોજબરોજ વાયરલ થતી જોવા મળતી હોય આ ગે.કા. લાયન શોનાં પડઘા ગીરથી લઇ ગાંધીનગર સુધી પડ્યા હોય આજે સવારનાં ૯.૩૦ વાગ્યાની આસપાસ અચાનક રાજ્યના વનમંત્રી ગણપતભાઇ વસાવા કાફલા સાથે બાબરીયા પહોચી ગયા હતા. અને ત્યાંથી વનવિભાગનાં અધિકારી સાથે ગે.કા. લાયન શોના સ્થળ પર પહોચી ઘટના સ્થળનું નિરીક્ષણ કરી વનવિભાગનાં અધિકારી પાસેથી માહીતી એકત્ર કરી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગીરજંગલ બાબરીયા રેન્જમાં વિસ દિવસ પહેલા ગે.કા. લાયન શોની ચોકાવનારી ઘટના બહાર આવેલ અને આ ઘટનામાં વનવિભાગે અમદાવાદનાં ત્રણ અને સ્થાનિક પાંચ જેટલા શખ્સોને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ અને આ ગે.કા. લાયન શોનાં ચોકાવનારા વિડીયો વનવિભાગના હાથે લાગ્યા હોવાનું વનવિભાગના અધિકારીઓએ કબુલ્યુ હતુ. અને છેલ્લા ગે.કા. લાયન શોનો વિડીયો વાયરલ થયેલ જેમાં ગે.કા. લાયન શો કરનાર સિંહણને પાલતુ બનાવી દિધેલ હોવાનું દેખાઇ આવેલ અને આ ઘટનાના પડઘા સરકાર સુધી પડ્યા હોય આજરોજ રાજ્યના વનમંત્રી ગણપત વસાવા અગ્રસચિવ અગ્રવાલ, અગ્રવનસંરક્ષક જે.કે. સિંહા, સીસીએફ ડી ટી વસાવડા સહીતનો ૧૦ જેટલી ગાડીઓનો કાફલો બાબરીયા મુકામે આવી પહોચેલ અને ત્યાંથી બાબરીયા રેન્જનાં આરએફઓ સહીતનાં વનવિભાગનાં સ્ટાફ સાથે જે સ્થળ પર ગે.કા. લાયન શો જે સ્થળ પર કરવામાં આવેલ તે સ્થળની મુલાકાત લીધી હતી. અને લાયન શો કરાવનાર શખ્સ ઇલ્યાશ અદ્રેમાન મકરાણી કે જે હાલમાં જેલમાં હોય તેના પિતા અદ્રેમાનભાઇ તથા માતા અસીનાબેનને મળ્યા હતા અને તેમની સાથે વાતચિત કરેલ હતી અને જે સ્થળ પર ગે.કા. લાયન શો કરવામાં આવેલ તે જમીન વિશેની જાણકારી વનમંત્રી વસાવાએ મેળવી હતી અને અદ્રેમાનભાઇને પૂછેલ કે આ જમીન કોની છે તે વખતે અદ્રેમાનભાઇએ જણાવેલ કે સદી પહેલાથી આ સરકારની જમીન અમારી પાસે છે. તેમ કહેતા વનમંત્રી બોલ્યા હતા આ જમીન સરકાર પાછી લઇ લે તો. આમ ઝીણામાં ઝીણી વિગતો વનમંત્રી તેમજ અધિકારીઓએ મેળવેલ હતી. બાદમાં પૂછેલ કે અહીયા સિંહો હતા નહી કે શું અને હવે પછી ગે.કા. લાયન શોનો ધંધો કરતા નહી. તેવું બોલતાજ અદ્રેમાનભાઇએ જણાવેલ કે સાહેબ અહીયા સિંહો હતા નહી અને અમે લાયન શોનો ધંધો કરતા નથી.
આ વિસ્તારમાં પાણીનાં પોઇન્ટ નથી. તો સિંહ પાણી પીવા આવે…અદ્રેમાનભાઇ…
દિવ્યભાસ્કરની ટીમે ગે.કા. લાયન શોનાં સ્થળ પર પહોચેલ ત્યારે ત્યાં લાયન શો કરાવનાર ઇલ્યાસના પિતા અદ્રેમાનભાઇ હાજર હતા તેણે જણાવેલ કે વનવિભાગે આ વિસ્તારમાં પાણીનો એક પણ પોઇન્ટ બનાવેલ નથી. અને અહી અમારા કુંડામાં પાણી ભરીએ છીએ તો સિંહ પાણી પીવા આવે અને અહીથી શિકાર કરવા જાય અમે કે અમારા પરીવારનાં કોઇ લાયન શો કરતા નથી. તેવું તેમણે વનમંત્રી વસાવાને પણ જણાવ્યુ હતું…
આયા સાવજ હતાજ નહી…અસીનાબેન….
આ ગે.કા.લાયન શો ઘટના સંદર્ભે અદ્રેમાનભાઇના પત્નિ અસીનાબેનને જણાવેલ કે આયા સાવજ હતા આ તો ઓલી બાજુ બધુ થયુ મારા દિકરા જમવાનું લેવા ગયા હતા અને સાહેબો તેમને લઇ ગયા આજે સાહેબે પાણા જોયા બીજુ બધુ જોયુ અને અમારા ફોટા પાડ્યા…
બાબરીયા રેન્જમાં થયેલ ગે.કા. લાયન શો સંદર્ભે માહીતી મેળવવા ગયેલ મિડીયાને માહીતી આપવા ઇન્કાર કરેલ હતો.
વનવિભાગે ગે.કા. લાયન શો નાં ચોકાવનારા વિડીયોની સીડી કોર્ટમાં આપેલ હોવાનું જાણવા મળી રહ્યુ છે.