અમરેલી, તા.૨૬
અમરેલી નગરપાલિકાના ૧૭૮ સફાઈ કર્મીઓને છૂટા કરી દેવાના બનાવમાં અમરેલી સફાઈ કામદાર પ્રમુખ સહિત બે યુવાનો દ્વારા આજે પાલિકા કચેરી સામે આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી. પરંતુ પાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર દ્વારા ૫ દિવસમાં આ બાબતે નીવડો લાવવા ખોટા આશ્વાસન આપી સફાઈ કામદારોને પોતાની લડત નબળી પાડી દેવા વ્હ્યું રચના અપનાવી રહ્યા છે. ખરેખર આ મામલે નગરપાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર કઈ કરી શકે તેમ ના હોઈ છૂટા કરવાનો ઠરાવ કમિશનર દ્વારા થયેલ હોઈ તેથી આ બાબતે શહેરી વિકાસ સચિવ સિવાય નિર્ણય લાવી શકે તેવું લાગતું નથી.
અમરેલી નગરપાલિકા દ્વારા જે-તે સમયે છૂટક-છૂટક સફાઈ કર્મીઓની પાલિકા દ્વારા કોઈ પણ જાતની મંજૂરી વગર જાતે જ ભરતી કરી લીધા બાદ તેમના પગાર ચૂકવણા બાબતે તપાસ કરવા અને ફરિયાદ થતાં પાલિકાના જે-તે સમયના પ્રમુખ અને અધિકારોને રેલો આવતા આવા સફાઈ કર્મીઓને છૂટા કરી દેવા ભાવનગર નગરપાલિકાઓના કમિશનર દ્વારા આદેશ કરવામાં આવતા પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા આવા સફાઈ કર્મીઓને છૂટા કરી કર્મીઓને રાતોરાત રોડ ઉપર લાવી દેતા અમરેલી જિલ્લા સફાઈ કામદાર સંઘ દ્વારા ધરણા અને આંદોલન કરવામાં આવેલ હતા અને તે બાબતે કોઈ પ્રતિક્રિયા ના આવતા જીલ્લસ સફાઈ કામદાર પ્રમુખ અશોક (કામ્બલી) અને સુનિલ બારૈયા દ્વારા આજે બપોરે પાલિકા કચેરી સામે આત્મવિલોપન કરવાની ચીમકી આપેલ હતી. પરંતુ સફાઈ કામદારોને પ્રમુખ જયંતી રાંણવા તેમજ ઇન્ચાર્જ ચીફ ઓફિસર ભાવનાબેન ગૌસ્વામીએ સમજાવેલ હતા અને ચીફ ઓફિસર ભાવનાબેન આ મેટરથી અજાણ હોઈ જેથી આ માટે સમાધાન કરવા ૫ દિવસની માગણી કરેલ હોઈ જેથી સફાઈ કામદારોના લીડર અશોક કામ્બલી દ્વારા આત્મવિલોપનનો નિર્ણંય મોકૂફ રાખી પાંચ દિવસ બાદ કોઈ નિર્ણય નહીં આવે તેઓ પાંચમા દિવસે ચોક્કસ આત્મવિલોપન કરવાની ફરી ચીમકી આપેલ છે, તેમ છતાં ધરણા કર્યક્રમ તો ચાલુ જ રાખવા જણાવાયું હતું.
આત્મવિલોપન કરવાની ચીમકી આપનાર સફાઈ કામદાર પ્રમુખ સહિત બેને આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસે પોતાના કબજામાં લઇ લીધા હતા. આત્મવિલોપન કરવાની ચીમકી આપનાર બંને સફાઈ કામદાર અશોક (કામ્બલી) અને સુનિલ બારૈયાએ પોલીસને લખાણ કરી આપેલ કે તેવો હાલ આત્મવિલોપન નહીં કરે તેથી પોલીસે પણ આ મામલે ઢીલી નીતિ અપનાવી મામલો રફે-દફે થઇ ગયેલ હોઈ તેથી હાંશકારો લીધો હતો.