મુંબઇ,તા. ૧૫
મુંબઇમાં આવતીકાલે મુંબઇ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે જંગ ખેલાનાર છે. આ મેચ ખુબ જ મહત્વપૂર્ણ છે. બંને ટીમો માટે આ મેચ નિર્ણાયક સાબિત થઇ શકે છે. રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડિયન્સ હવે વધુ સારા દેખાવ સાથે આગળ વધવા માટે ઇચ્છુક છે. પોઇન્ટ ટેબલમાં હવે પંજાબની સ્થિતી પણ વધારે સારી નથી. છેલ્લી મેચમાં કિગ્સ ઇલેવન પંજાબની કારમી હાર થઇ હતી. આ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ માત્ર ૮૮ રન કરીને આઉટ થઇ ગઇ હતી. જવાબમાં બેંગલોરની ટીમે કોઇ પણ વિકેટ ગુમાવ્યા બાદ ૯૨ રન બનાવીને મેચ જીતી લીધી હતી. પોઇન્ટ ટેબલમાં કિગ્સ ઇલેવન પંજાબ હવે રાજસ્થાન રોયલ્સથી પણ પાછળ રહી ગઇ છે. કોલકત્તાની ટીમ હવે ત્રીજા સ્થાને પહોંચી ગઇ છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે.