(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા.રપ
અંજારના એક સગીર વયના પ્રેમીએ પોતાની પ્રેમિકાના લગ્ન અટકાવવા પ્રેમિકાના ભાવિ પતિનું અપહરણ કરવાનો પ્રયાસ કરતા ચકચર મચી ગઈ છે. રસપ્રદ બનાવની વિગત એવી છે કે અંજારના એક સગીરને બાબુભાઈ વઢિયારાની પુત્રી સાથે પ્રેમસંબંધ હતો, પરંતુ યુવતીની તા.રર/૪/૧૮ના રોજ ભૂજ તાલુકાના ભારાપર ગામે રહેતા વિરમ જેરામ દેવીપુજક સાથે સગાઈ કરવામાં આવી હતી અને થોડા સમયમાં જ લગ્નની તૈયારી ચાલુ થતા આ લગ્ન અટકાવવા સગીર પ્રેમી તા.ર૪/૪ના સાંજે છકડો રીક્ષા લઈ ભારાપર આવ્યો હતો અને વિરમ દેવીપુજકને ઘરની બહાર બોલાવી રીક્ષામાં બળજબરી બેસાડી તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ત્યારે વિરમના પરિવારજનો આ દૃશ્ય જોઈ જતા લોકોની મદદથી અપહરણનો પ્રયાસ નિષ્ફળ થયો હતો અને સગીરપ્રેમીને માનકૂવા પોલીસ મથકે લઈ જઈ પોલીસને હવાલે કરાયો હતો. પોલીસે સગીરપ્રેમી તથા તેના અન્ય એક સગીર મિત્રની પણ મદદગારી બદલ બંને વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.
પ્રેમિકાના લગ્ન અટકાવવા ભાવિ પતિના અપહરણનો પ્રેમી દ્વારા નિષ્ફળ પ્રયાસ

Recent Comments