મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસ એક સાથે મળીને સરકાર બનાવવા તૈયાર છે. સૌથી મોટી પાર્ટી હોવા છતાંયે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવામાં અસમર્થ છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને મહારાષ્ટ્રના કદ્દાવર નેતા નીતીન ગડકરીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. નીતીન ગડકરીએ કહ્યું છે કે, જો શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકાર બની પણ જાય તો તે વધારે લાંબો સમય સુધી ચાલી શકશે નહીં. મહારાષ્ટ્રની રાજકીય હલચલ પર નીતીન ગડકરીએ કહ્યું હતું કે, કોંગ્રેસ-એનસીપી-શિવસેના વચ્ચે વિચારધારાનું અંતર છે. જો તે મળીને સરકાર બનાવી પણ લે તો છથી આઠ મહિનાથી વધુ ટકી શકશે નહીં. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ-એનસીપી-શિવસેના ગઠબંધન તકવાદી છે, અસ્થિર સરકાર મહારાષ્ટ્ર માટે સારી નહીં ઠરે.