(એજન્સી) નવી દિલ્હી,તા.૬
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આજે કહ્યું કે વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના દિશા-નિર્દેશ અનુસાર ૨૦ વર્ષ જૂના વાણિજ્યિક વાહનોને કબાડમાં બદલવાની પ્રસ્તાવિત નીતિ પર સંબંધિત પક્ષે ફરી એક વખત રાય માંગી છે. ૧ એપ્રિલ ૨૦૨૦થી આવા વાહનોને અનિવાર્યરૂપે કબાડમાં બદલવાથી રસ્તો સાફ કરવાનો હેતુ છે.
માર્ગ પરિવહન પ્રધાન ગડકરીએ આજે અહીં એક કાર્યક્રમ દરમ્યાન કહ્યું, પીએમઓએ અમને સંબંધિત પક્ષ પાસેથી ફરી એક વખત મંતવ્ય જાણવા કહ્યું છે. આખરે અમે સંબંધિત પક્ષો, ઉદ્યોગ તથા ગ્રાહકો અને સંબંધિત પક્ષોની સાથે વિચારણા કરીશું. તેમણે કહ્યું કે બધા સંબંધિત પક્ષોના મંતવ્ય જાણ્યા બાદ તેને મંજૂરી માટે પીએમઓ કાર્યાલય પાસે મોકલવામાં આવશે. ગડકરીએ કહ્યું કે નીતિ મંજૂર થયા બાદ ભારત વાહન વિનિર્માણનુ મોટું કેન્દ્ર બની શકે છે અને કબાડમાંથી સ્ટીલ, એલ્યુમીનિયમ અને પ્લાસ્ટિક જેવી વસ્તુઓ પ્રાપ્ત થશે. જેના રિસાયક્લિંગથી વાહનની કિંમત ૨૦ થી ૩૦ ટકા નીચે આવશે.તેમણે કહ્યું કે ૪.૫ લાખ કરોડ રૂપિયાના વેપારની સાથે ભારત વાહન ઉદ્યોગ માટે એક અગ્રણી સ્થળ છે. મને લાગે છે કે તેમાં ઘણી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે સરકારે મે ૨૦૧૬માં ‘વાહન બેડા આધુનિકરણના સ્વૈચ્છિક કાર્યક્રમ’ વીવીએમપીનો ડ્રાફ્ટ જાહેર કર્યો હતો, જેમાં એક દાયકો જૂના ૨.૮ કરોડ વાહનોને રસ્તામાંથી હટાવવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. સચિવની સમિતિ (સીઓએસે)એ મંત્રાલયને કેન્દ્રની આંશિક ભાગીદારી અને રાજ્યની બહેતર ભાગીદારી માટે યોજના ફરીથી તૈયાર કરવાની ભલામણ કરી હતી.