(સંવાદદાતા દ્વારા) હિંમતનગર, તા. ૧૩
હિંમતનગરના શહેરીજનો જેની લાંબા સમયથી રાહ જોતા હતા તેવા રૂ. ૧૩.૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત રેલ્વે અંડર બ્રિજ તેમજ શહેરની શોભામાં અભિવૃધ્ધિ કરનાર સિવિલ સર્કલ, મોતીપુરા, મહેતાપુરા વિસ્તારમાં રૂ. ૩૯.૪૪ લાખના ખર્ચે સર્કલોનુ આધુનિકરણ કરવાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
હિંમતનગરના ડૉ. નલીનકાન્ત ગાંધી ટાઉનહોલ ખાતે નગરવાસીઓને વિકાસના કાર્યોનું પ્રજાપર્ણ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ જણાવ્યું હતુ કે હિંમતનગર હંમેશા વિકાસની કૂચમાં અગ્રેસર રહ્યુ છે. હિંમતનગરનો વિકાસ સાહસિક મનોવૃતિ ધરાવતા પ્રફૂલભાઇ પટેલને આભારી છે એમ કહીએ તો ઓછુ નથી તેમના ધારાસભ્ય કાળ દરમિયાન હિંમતનગરમાં મહત્તમ વિકાસના કાર્યો થયા છે અને હાલ પણ વિકાસની કૂચ અવિરત ચાલુ છે.શહેરને અત્યાધુનિક સગવડો મળી રહે છે તેનાથી સંતોષ માનવાની જરૂર નથી કેમ કે વિકાસની અપેક્ષા જો પૂર્ણ થઇ જાય તો તે વિકાસ નથી પરંતુ પ્રજાના વિકાસની આંકાક્ષા અને અપેક્ષા પૂર્ણ કરવાનું કામ રાજ્યની સરકાર કરી રહી હોવાનું તેમણે ભારપૂર્વક જણાવયું હતું.આ પ્રસંગે દમણ,દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઇ પટેલ જણાવ્યું હતું કે હિંમતનગરના વિકાસમાં રેલ્વે અંડર બ્રિજનું નિર્માણ થતા પોલોગ્રાઉન્ડથી મહાવીરનગરને જોડતો બ્રિજ લોકો માટે ખૂબ જ લાભદાયી નિવડશે તેમણે હિંમતનગરના વિકાસમાં હંમેશા નીતિનભાઇનો સાથ સહકાર મળ્યો હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.આ કાર્યક્ર્‌મમાં ઉપસ્થિત સાબરકાંઠા અરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતુ કે છેવાડાના માનવીનો વિકાસ થાય તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે.આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે હિંમતનગરએ વિકાસનું પર્યાય બન્યું છે. છેલ્લા કેટલાક સમયમાં રૂ. ૧૦૦ કરોડના ખર્ચે ૮૫ રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરની શોભામાં અભિવૃધ્ધી કરનારા મોતીપુરા, મહેતાપુરા અને સીવીલ સર્કલનું રૂ. ૩૯.૪૪ લાખના વિકાસ કાર્યોના ખાતમૂહુર્ત નાયબ મુખ્ય મંત્રીના હસ્તે કરવામાં આવ્યું જે બદલ હિંમતનગરના ધારાસભ્યએ સરકાર અને નાયબ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.આ કાર્યક્ર્‌મ દરમિયાન પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓને આવાસ અર્પણ તેમજ રમત ગમત ક્ષેત્રે તેમજ વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું.લોકાપર્ણ અને ખાતમુહૂર્ત વેળાએ શહેરના વિવિધ જ્ઞાતિના સમુદાય તથા શહેરીની અગ્રણી સંસ્થાઓ દ્વારા નાયબ મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણ, મહિલા અગ્રણી કું.કૌશલ્યા કુંવરબા, સહકારી અગ્રણી મહેશભાઇ પટેલ, જેઠાભાઇ પટેલ, શામળભાઇ પટેલ, સહિત જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા પોલિસ વડા,ચીફ ઓફિસર અલ્પેશભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.