(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૩
રાજ્યના તમામ ગામોને વર્ષ ર૦રર સુધીમાં પાકા રસ્તાથી જોડી દેવામાં આવશે. તેમ વિશ્વાસપૂર્વક જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગામડાઓમાં રસ્તા, વીજળી, શિક્ષણ, પાણી, આરોગ્ય સહિતની પાયાની અને માળખાગત સુવિધાઓ મળી રહે તે માટે સરકાર સંકલપબદ્ધ છે.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યના સર્વાગી વિકાસ માટે ર૦૧૯-ર૦ માટે બે લાખ ચાર હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. બજેટની જોગવાઈઓ મુજબ દરેક વિભાગ દ્વારા જનસુખાકારી અને જનસુવિધાના કામો રાજ્યના દરેક ગામમાં હાથ ધરવામાં આવ્યા છે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે , નાગરિકોને ઘર આંગણે સુદઢ અને અસરકારક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે રાજ્યમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવામાં આવી રહ્‌ગો છે. રાજ્યમાં મેડિકલની બેઠકો ૧પ૦૦થી વધારીને પપ૦૦ બેઠકો કરવામાં આવી છે. નડિયાદમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) આધારિત નવી મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં નડિયાદની મેડિકલ કોલેજને રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે રૂા.રર.પ૦ કરોડની સહાય પણ ફાળવવામાં આવી છે. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસીસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે જેનો કિડની રોગના હજારો દર્દીઓ વિનામૂલ્યે લાભ લઈ રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રીએ માતર તાલુકાના ભલાડામાં રૂા.૭૦ લાખના ખર્ચે નિર્માણ થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવા સાથે મહિજ, મોદજ, બોરડી, રવાલિયા અને સાઢેલી સહિત છ ગામોમાં રૂા.૧૧ર લાખના ખર્ચે નિર્માણા થયેલા પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. જેના દ્વારા ૧૪ ગામોની પ૦ હજાર જેટલી વસ્તીને આરોગ્ય સેવાઓનો લાભ મળશે. તેમના હસ્તે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ લાભાર્થીઓને ગોલ્ડન કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે નડિયાદ ખાતે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ થનાર અન્ય કામોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.