ગાંધીનગર, તા.૩
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નામની ફરી એકવાર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આમંત્રણપત્રિકાના બાદબાકી કરવાની વિગતો સામે આવી છે. જેમાં આજે અમદાવાદમાં ભાજપના અધ્યક્ષ અને ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ દ્વારા ઇન્કમટેક્સનું લોકાર્પણ કરવામાં આવવાનું છે. તેની આમંત્રણ પત્રિકામાં નીતિન પટેલનું નામ નથી. જો કે મેયર બિજલ પટેલનો દાવો છે કે નવી છપાયેલી આમંત્રણ પત્રિકામાં નીતિન ભાઇનું નામ છે. નવાઈની વાત તો એ છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેજા હેઠળ માર્ગે મકાન વિભાગ આવેલું હોવા છતાં તેમના નામની બાદબાકી પત્રિકામાંથી કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે આજે ઇન્કમટેક્ષ ફ્લાઇ ઓવર બ્રિજનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમ છે. જો કે, ઇન્કમટેક્સ બ્રિજના લોકાર્પણ કાર્યક્રમ માટે છપાવવામાં આવેલી આમંત્રણ પત્રિકામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ ગાયબ હતું. નવાઇની વાત તો એ છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેજા હેઠળ માર્ગ મકાન વિભાગ આવેલું હોવા છતાં તેમના નામી બાદબાકી પત્રિકામાં કરવામાં આવી છે. નીતિન પટેલ સાથે આવું પહેલી વખત બન્યું નથી. આ પહેલા પણ એસવીપી હોસ્પિટલના આમંત્રણ પત્રિકામાં નીતિન પટેલનું નામ ગાયબ હતું. જો કે, આ અંગે અમદાવાદના મેયર બિજલ પટેલ જણાવ્યું હતું કે, આ પત્રિકા જૂની છે જેમાં નીતિન પટેલનું નામ નથી પરંતુ નવી પત્રિકા છે જેમાં નીતિન પટેલનું નામ છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વીએસ હૉસ્પિટલનાં સંકુલ ખાતે બનેલી એસવીપી હૉસ્પિટલનું ઉદ્‌ઘાટન કર્યું હતું. પીએમ મોદી વાઇબ્રન્ટ સમિટનાં એક દિવસ પહેલા જ ગુજરાતનાં મહેમાન બન્યા હતા. હૉસ્પિટલનાં લોકાર્પણ કાર્યક્રમ માટે એએમસી દ્વારા આમંત્રણ પત્રિકા છાપવામાં આવી હતી. એએમસી દ્વારા હૉસ્પિટલનાં લોકાર્પણ માટેની આમંત્રણ પત્રિકામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ જ ગાયબ હતો. નીતિન પટેલનું નામ ગાયબ હોવાના કારણે આમંત્રણ પત્રિકાને લઇને વિવાદ ઊભો થયો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આરોગ્યમંત્રી હોવા છતા તેમનું નામ છાપવામાં આવ્યું નથી. આ ઉપરાંત અમદાવાદ શૉપિંગ ફેસ્ટિવલની આમંત્રણ પત્રિકામાંથી પણ નીતિન પટેલનું નામ ગુમ હતું. એસવીપી હૉસ્પિટલની આમંત્રમ પત્રિકામાં વિશેષ ઉપસ્થિતિ તરીકે મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને આઇકે જાડેજાનું નામ છાપવામાં આવ્યું હતું. ત્યારે એ ચર્ચાએ જોર પકડ્યું હતું કે, નીતિન પટેલનું નામ ભૂલથી લખવાનું રહી ગયું છે કે છાપવામાં જ આવ્યું નથી !