(એજન્સી) પટણા, તા. ૧૪
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પીએમ મોદીના કાર્યક્રમમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું. પટણા યુનિવર્સિટીના શતાબ્દિ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની સાથે મંચ પર કોંગ્રેસી નેતા અશોક ચોધરી હાજર હતા. આ અંગે બોલતાં કુમારે કહ્યું કે તમે વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં આવ્યાં છે પરંતુ આને કારણે તમને પાર્ટીમાંથી બહાર કરવામા આવી શકે છે. અશોક ચોધરી અને કોંગ્રેસના બીજા કેટલાક નેતાઓ હાજર હહ્યાં. ચોધરી અગાઉની મહાગઠબંધન સરકારમાં શિક્ષણ મંત્રી હતા. જોકે તેમણે એ વાતે નિરાશા પ્રગટ કરી કે મુખ્યમંત્રી નીતિશ કુમારે વડાપ્રધાનને પટણા યુનિવર્સિટીને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપવાની વિનંતી કરી હોવા છતાં પણ વડાપ્રધાને આ વાતને અવગણી હતી. ચોધરીએ કહ્યુ કે મને આ વાત જાણીને નિરાશા થઈ. મુખ્યમંત્રીએ પટણા સમગ્ર આ માંગણી કરી હતી પરંતુ વડાપ્રધાને તેની ઉપેક્ષા કરી. બિહાર કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ કોકાક કાદરીએ આમાં રાજનીતિ જોવાનો ઈન્કાર કર્યો. તેમણે કહ્યું કે ચોધરીની કુમાર સાથેનો અંગત નાતાનો સવાલ છે અને તેમાં કોઈ રાજનીતિ ન કરવી જોઈએ. રાજ્યની એક દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર નીતિશ કુમારે સ્વાગત કર્યું. મોદીએ જ્યારે બિહાર મ્યુઝિયમની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે નીતિશે કહ્યું કે શા માટે નહીં અને તેઓ મોદીને મ્યુઝિયમની મુલાકાતે લઈ ગયાં હતા. સોનિયા ગાંધી દ્વારા ચોધરીને બિહાર કોંગ્રેસ અધ્યક્ષ પદેથી હટાવવામાં આવતાં રાજ્ય કોંગ્રેસમાં ચોધરી અને કાદરી જૂથ વચ્ચે ઉગ્ર લડાઈ ચાલી રહી છે.