(એજન્સી) તા.ર૪
જેડીયુ અને ભાજપની વચ્ચે ચાલી રહેલો વિવાદ આ સ્ટેજ પર પહોંચી ગયો છે કે હવે નીતિશકુમાર અને સુશીલ મોદીની વચ્ચે પણ તણાવ દેખાવા લાગ્યો છે. મુખ્યમંત્રી નીતિશકુમારે પહેલાં દિવસથી જ પૂરના રીલીફથી ભાજપને અલગ રાખ્યું છે. નીતિશનો ઉદ્દેશ છે કે, પૂરરાહત તરીકે લોકોને મળી રહેલી મદદનો કોઈ શ્રેય ભાજપ ના લઈ શકે. નીતિશની આ ચાલને સુશીલ મોદીએ સારી રીતે સમજી લીધી અને ત્યારબાદ તેઓ પાછલા બે વર્ષથી પોતે પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ સમીક્ષા કરવાનું શરૂ કર્યું. પૂર રાહતની તપાસ કરતા ફરી રહેલા ડેપ્યુટી મુખ્યમંત્રી સુશીલ મોદીને જેડીયુના મંત્રીઓ અને ધારાસભ્યોએ પણ ભાવ આપ્યો નહીં. સુશીલ મોદીએ પૂર રાહત અંગે બે જિલ્લાઓમાં સમીક્ષા માટે બેઠક રાખી પરંતુ જેડીયુના મંત્રીઓ અને ધારાસભ્યોએ તેની પર ધ્યાન આપ્યું નહીં. જો કે, રાજદના ધારાસભ્ય અને નેતા પહોંચ્યા. જણાવી દઈએ કે, કાલે સુશીલ મોદીએ મધુબનીમાં સમીક્ષા બેઠક કરી. તેની સૂચના પહેલાંથી હતી. મધુબનીથી જેડીયુના ત્રણ મંત્રી છે. જળ સંસાધન મંત્રી સંજય ઝા, ડિઝાસ્ટર્ડ મંત્રી લક્ષમેશ્વર રાય અને પંચાયતી રાજ મંત્રી કપિલદેવ કામત. ત્રણેય કાલે મધુબનીમાં જ હતા. પરંતુ કોઈ ડેપ્યુટી મુખ્યમંત્રીની સમીક્ષા બેઠકમાં ઝાંખવા પણ આવ્યું નહીં. જેડીયુના ધારાસભ્ય ગુલજાર દેવી અને વિધાન પરિષદ રામલખન રામ રમણે પણ ડેપ્યુટી મુખ્યમંત્રીની બેઠકની કોઈ નોટિસ લીધી નહીં. સીતામઢીની સમિક્ષા બેઠકમાં પણ જેડીયુ ધારાસભ્ય અને મંત્રી પહોંચ્યા નહીં. સીતામઢી હોય કે મધુબની રાજદના નેતાઓએ ડેપ્યુટી મુખ્યમંત્રીની લાજ બચાવી. સીતામઢીમાં સુશીલ મોદીની સમીક્ષા બેઠકમાં રાજદના રાજ્ય અધ્યક્ષ રામચંદ્ર પૂર્વ અને ધારાસભ્ય અબુ દોજાના હાજર રહ્યા. શનિવારે પણ જ્યારે મધુબનીમાં સુશીલ મોદીએ બેઠક કરી તો તેમાં રાજદ ધારાસભ્ય સમીર મહાસેઠ હાજર હતા.