(એજન્સી) નવીદિલ્હી, તા.૨૭
મહાગઠબંધન માંંથી છેડો ફાડીને ભાજપનો સાથ એ સરકાર રચવાના બિહારના મુખ્યમંત્રીના નિર્ણયથી જેડીયુના નેતાઓ આશ્ચર્યમાં મૂકાયા છે.રાજ્યરભાના સભ્ય અલી ્‌નવર અંસારીએ કહ્યું કે તેમના આ નિર્ણયથી પક્ષને વધુ નુકસાન થશે.તેમણે જણાવ્યું કે આ પગલું દુર્ભાગ્યપૂર્ણ હતું.આ પગલા વિશે પક્ષમાં ચર્ચા કરવામાં આવી ન હતી.૨૩ જુલાઇએ પક્ષની બેઠકનું આયોજર કરવામાં આવ્યું હતુંં પરંતુ બેઠક થઇ શકી ન હતી.જો બેઠક થઇ હોત અને આ મુદ્દો આવ્યો હોત તો મે કહ્યું હોત કે આ પગલું ખોટું છે.આગામી બેઠકમાં હું મારો અભિપ્રાય રજૂ કરીશ.તેમણે નીતીશ કુમાર અંગે જણાવ્યું કે મને તેમના પ્રત્યે માન છે પરંતુ હું તેટલું જરુર કહીશ કે આ પગલાંથી પક્ષને લાભ થવાના બદલે વધારે નુકસાન થશે.તેમણે તેમના અંતરાત્માનો અવાજ સાંભળ્યો હવે હું મારા અંતરાત્માનો અવાજ સાંભળીશ.તેમણે ભાજપ વિશે કહ્યું કે જ્યારે અને એનડીએ સરકારમાં જોડાયા ત્યારે નીતીશ કુમારે અમને કહ્યું હતું કે ભાજપ બદલાઇ રહ્યું છે.તેમણે કહ્યું હતું કે ભાજપ નમ્ર બની રહ્યું છે.પરંતુ જ્યારે મોદી આવ્યા ત્યારે તેમમએ કહ્યું કે ભાજપ આક્રામક બની રહ્યું છે.પરંતુ હજુ પણ કંઇ બદલાયું નથી.ભાજપની આક્રમકતામાં વધારો થયો છે.મોબ લિન્ચિંગ,ખેડૂતોની આત્મ હત્યા,દલિતો પર અત્યાચાર જેવી ઘટનાઓ ઘટી રહી છે.પરંતું તેમાં ઘણો ફેર છે.ભારતની જનતીને નીતીશ કુમાર પાસેથી ઘણી અપેક્ષાઓ હતીે.પરંતુ હવે આ આશાઓ ધરાશઆયી થઇ ગઇ છે.તેમણે મોદીની લોકપ્રિયતામાં પગપેસારો કરવામાં સફળતા મેળવી છે.તેમના આગામી પગલાં અંગે પુછવામાં આવતાં તેમણે જણાવ્યું કે હું મારો અભિપ્રાય પાર્ટી ફોરમમાં વ્યક્ત કરીશ.