અમદાવાદ, તા.રર
લંપટ સાધુ નિત્યાનંદના આશ્રમનો વિવાદ રોજ-રોજ વકરતો જાય છે. જ્યારથી આ વિવાદ સામે આવ્યો ત્યારથી રોજ એક પછી એક નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર વિદેશમાં રહેતી તત્ત્વપ્રિયા ઉર્ફે લોપામુદ્રાનો એક વીડિયો સામે આવ્યો છે. તત્ત્વપ્રિયાએ આ વીડિયોમાં પોલીસ સમક્ષ હાજર થવા માટે કેટલીક શરતો રાખી છે.
નિત્યાનંદ આશ્રમ વિવાદ જ્યારથી ચર્ચામાં આવ્યો છે ત્યારથી એક પછી એક ખુલાસા અને ચોંકાવનારી હકિકત સામે આવી રહી છે અને વિવાદ વધુ પેચીદો બનતો જઈ રહ્યો છે ત્યારે નિત્યાનંદ કાંડ મામલે ગાયબ થયેલી બે બહેનોમાંથી એક લોપામુદ્રા ઉર્ફે તત્વપ્રિયાએ વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે અમુક શરતો સાથે ગુજરાત આવવા તૈયાર છે એમ જણાવી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ જર્નાદન શર્માની મોટી પુત્રી લોપામુદ્રાએ ફેસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેને કહ્યું છે કે, પોલીસ મારી શરતો માને તો હું ગુજરાત આવીશ. આ સાથે લોપામુદ્રાએ પોલીસ સામે ૫ શરતો મૂકી છે. જેની ખાતરી થયા બાદ તેઓ સામે આવશે તેવું તેઓએ વીડિયો મારફતે જણાવ્યું છે. લોપામુદ્રાએ કહ્યું કે, તેને વકીલ અને પોલીસનો ફોન આવ્યો અને ૨૬ નવેમ્બરે તેને તેની બહેન સાથે હાજરી આપવી પડશે એમ જણાવ્યું. લોપામુદ્રાએ કહ્યું કે, ‘આ બાબતે મને ખૂબ ડર છે. ગેરકાયેદે મારી બંને ગુરૂબહેનોની ધરપકડ થઈ.’
આ સાથે લોપામુદ્રાએ કહ્યું કે, ‘મને અને મારી બહેનને પોલીસ પ્રોટેક્શન જોઈએ.’ આવીએ ત્યારથી જઈએ ત્યાં સુધી પોલીસ પ્રોટેક્શનની લોપામુદ્રાએ માંગ કરી છે. આ સિવાય તેને કહ્યું કે, ‘મારૂ અને મારી બહેનનું અપહરણ ન થવું જોઈએ અને મારી અને મારી બહેનનની ધરપકડ ન કરાય.’ ઉપરાંત તેને કહ્યું કે, એ લોકો મને રોકવા ઓર્ડર નહીં કરે અને તે લોકો બંને ગુરૂબહેનોને રિલીઝ કરે. જો આ ૫ શરતો મંજૂર હશે તો હું ભારત આવીશ.

મારા પિતાએ ભૂલવું ન જોઈએ કે, સ્વામીજીએ તેમને નવજીવન આપ્યું છે

અમદાવાદ, તા.૨૨
હાથીજણ નિત્યાનંદ આશ્રમમાં ગુમ થયેલી નિત્યાનંદિતા વિવાદ મામલે છેલ્લા એક સપ્તાહથી નિત્યાનંદિતા અને તત્વાપ્રિયાઆનંદાએ અનેક વીડિયો સોશિયલ મીડિયો પર પોસ્ટ કર્યા છે. ૨૬મીએ ઇન્ડિયા આવવાના વીડિયો બાદ વધુ બંને બહેનોએ પહેલી વાર પોત પોતાની ચેનલ પર એકસાથે વધુ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમણે સ્વામી સાથેના સંપર્ક વિશે ખુલાસો કર્યો છે. તત્વાપ્રિયાઆનંદા અને નિત્યાનંદિતાએ વીડિયોમાં જણાવ્યું કે, અમારો ૬ લોકોનો પરિવાર છે. જેમાં અમે બે બહેનો અને અન્ય બે બહેનો છીએ અને પિતા જનાર્દન અને માતા ભુવનેશ્વરી છે. સ્વામીજી અમારા પરિવારું સારી રીતે ધ્યાન રાખતા હતા. છેલ્લા ૬ વર્ષથી અમે સ્વામીજીના સંપર્કમાં છીએ. અને આ વાતથી અમારા માતા-પિતા ખુબ ખુશ હતા. ૨૦૧૩માં અમારા પિતાની બીમારી સમયેથી અમે સ્વામીજીના સંપર્કમાં છીએ. ૬ વર્ષથી જેને તમારા પરિવારને સુરક્ષા આપી હોય,જેમાં ફ્રી એજ્યુકેશન ફૂડ, રહેવાની વ્યવસ્થા, સારું ભણતર અને આશીર્વાદ આપ્યા છે.

લોપામુદ્રાએ મૂકી આ ૫ શરતો :

૧. પોલીસ પ્રોટેક્શન અને કોર્ટનું પ્રોટેક્શન હું અને મારી બેન આવીએ ત્યારથી પાછા જઈએ ત્યાં સુધી
૨. મને અને મારી બેનને કિડનેપ ના કરાય
૩. મને અને મારી બહેનની ધરપકડ ના કરાય
૪. એ લોકો મને રોકાવા માટે ઓર્ડર નહીં કરે
૫. તે લોકો બંને ગુરૂ બહેનોને રિલીઝ કરે.