(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૩
વિવાદિત નિત્યાનંદ આશ્રમમાંબે યુવતીઓ ગુમ થવાની ઘટના એ ચકચાર મચાવ્યો.છે જેમાં બે સાધિકા ની રેગ્યુલર જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી છે જેથી હવે બે સાધ્વીઓ પ્રણપ્રિયા અને પ્રિયતત્વ ને જેલમાં જ રહેવું પડશેબન્ને તરફે આગામી દિવસમાં હાઇકોર્ટમાં જામીન અરજી કરાશે તેવી શક્યતા છે ત્યારે જામીન અરજી ફગાવવાની સાથે ગ્રામ્ય કોર્ટે અવલોકન કર્યું હતું કે ગંભીર બાબત છે. કેસમાં આરોપીઓ સહકાર આપતા નથી સાથે જ બે યુવતીઓ હજી ગૂમ છે અને બે માઈનોર બાળકો એ આશ્રમ વિરૂદ્ધ નિવેદન આપ્યા છે. જેથી જામીન ન આપી શકાય જે કોર્ટે નોંધ્યું છે. અત્રે ઉલ્લેખનીય છેકે નિત્યાનંદ આશ્રમમાં બે યુવતીના અપહરણ કરી ગોંધી રાખવાના કેસમાં ઝડપાયેલી બે સાધ્વીઓની જામીન અરજી પર મિરઝાપુર ગ્રામ્ય કોર્ટ ખાતે સુનાવણી હાથ ધરાઈ હતી. આ કેસ સંદર્ભે સરકાર તરફે એવી રજૂઆત થઇ હતી કે, ગંભીર ગુનો છે, હજુ યુવતીઓ મળી નથી, મુખ્ય આરોપી નિત્યાનંદ હજુ ફરાર છે, જામીન અપાય તો સાક્ષી ફોડવાની શક્યતા છે તેથી જામીન ન આપવા જોઇએ. જો કે, સાધ્વીઓ તરફે ખોટી રીતે કેસ કરી ફસાવવામાં આવ્યા હોવાનો તેમના વકીલ તરફથી બચાવ રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે કોર્ટમાં રજુઆત કરી કે ૭ વર્ષ સુધીના ગુનામાં આરોપીને નોટીસ આપવી પડે. જો કે, અમારા અસિલોને નોટિસ આપ્યા વગર ધરપકડ કરાઈ છે. બંને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આ મામલે ચુકાદો મુલતવી રાખ્યો હતો. નોંધપાત્ર છે કે, નિત્યાનંદ આશ્રમમાં યુવતીઓને ગેરકાયદેસર ગોંધી રાખવાંની બાબતે પોલીસે બે સાધિકાની ધરપકડ કરી છે. નિત્યાનંદ આશ્રમની બંને સંચાલિકાઓના ધરપકડ બાદ વધુ ૫ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો. જ્યારે બંને સાધિકાઓની અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વચગાળાની જામીન અરજી ગત સુનાવણીએ ફગાવી દીધી હતી. જ્યારે બંનેએ કરેલી રેગ્યુલર જામીન અરજી પર સુનવણી હાથ ધરાઈ હતી. નિત્યાનંદ આશ્રમની બંને સંચાલિકાઓના ૫ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે વધુ ૩ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેની સામે કોર્ટે વધાારાના ૨ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને તેમની વચગાળાની જામીન અરજી ગત સુનાવણીએ ફગાવી દીધી હતી.