(સંવાદાતા દ્વારા) સુરત, તા.૨
ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી ભાનુસાળી સામે સુરતની પીડિતાએ સરથાણા પોલીસમથકે બળાત્કારની ફરિયાદ કરનાર પીડિત યુવતીની તબિયત બગડતાં તેણી આજે પોતાનું નિવેદન કોર્ટ સમક્ષ નોંધાવી શકી ન હતી.જેણી સંભવતઃ હવે આગામી સોમવારના રોજ પોતાનું નિવેદન નોંધાવનાર હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપના અગ્રણી જંયતિ ભાનુશાળી દુષ્કર્મ કેસમાં આજે પીડિતા કોર્ટમાં ૧૬૪ મુજબનું નિવેદન નોંધાવવા માટે જવાની હતી. પરંતુ અંતિમ સમયમાં પીડિતાની તબિયત બગડવાના કારણે આજે કોર્ટમાં નિવેદન નોંધાવા આવી શકી નથી એમ પીડિતાના વકીલે જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખિનય છે કે, સરથાણા વિસ્તારમાં રહેતી યુવતીએ ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી ભાનુસાળી સામે સરથાણા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ આ કેસમાં અનેક વળાંકો સાથે ભારે વિવાદાષ્પદ બની ગયો છે. ત્યારે પોલીસે આ કેસમાં પીડિતાના નિવેદનો મામલે કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીને કોર્ટે ગ્રાહ્ય રાખીને આજે કોર્ટમાં પીડિતાનું ૧૬૪ મુજબનું નિવેદન નોંધાવવાનું હતું પરંતુ પીડિતાની અચાનક તબિયત બગડવીને કારણે આજે કોર્ટ સમક્ષ નિવેદન નોંધાવવામાં સમક્ષ નહીં હોવાને કારણે આજે નિવેદન નોંધાવવા આવી શકી ન હતી.