સુુરેન્દ્રનગર, તા. પ
સુરેન્દ્રનગર ડિવિઝનના ડીવાયએસપી એ.બી.વાટલિયા, વય નિવૃત્તિના કારણે પોલીસ ખાતામાંથી નિવૃત થતા, જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની અધ્યક્ષતામાં તેઓનો વિદાય સમારંભ યોજી, તેઓને ઉષ્માભર્યું વિદાયમાન આપવામાં આવ્યું હતું.
વર્ષ ૧૯૮૩ની સાલમાં ડાયરેકટ પીએસઆઇ તરીકે ભરતી થયેલા ડિવાયએસપી એ.બી.વાટલિયાએ પોતાની ફરજકાળ દરમિયાન જુદા-જુદા જિલ્લા, થતા અમદાવાદ શહેર વગેરે જગ્યાએ પોતાની ફરજ સફળતા પૂર્વક બજાવેલ છે. તેઆ સ્વભાવના અને નિખાલસ અધિકારી તરીકે લોકોમાં અને પોલીસ ખાતામાં તથા મિત્ર વર્તુળમાં જાણીતા છે. તેઓએ જ્યા જ્યા નોકરી કરેલ છે, તે વિસ્તારમાં આજે પણ લોકો તેમને યાદ કરે છે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા ડીવાય એસપી એ.બી.વાટલિયાના કાર્યકાળ દરમિયાન કરેલા સારા કામોને બિરદાવી, તેઓ ક્યારેય નિવૃત થાય નહીં તેવું સક્રિય વ્યક્તિત્ત્વ હોવાનું જણાવી, ભાવભીની વિદાયમાન આપી હતી. વિદાય સમારંભમાં ડીવાય એસપી પ્રદીપસિંહ જાડેજા, બી.એસ.વસાવા, એમ.આર.શર્મા તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ હાજર રહી.વાટલિયાને શુભેચ્છા સાથે ઉષ્મા ભરી વિદાય આપેલ હતી.
સથો સાથ પો.સ.ઇ. એ.વી.પટેલ, એચ.વાય. અબ્બાસી, હે.કો. ઘનશ્યામભાઈ, તથા ઘનશ્યામસિંહ તેમજ અરવિંદભાઈ પણ વય નિવૃત્ત થતા હોય, તેઓનો પણ વિદાય સમારંભ સાથે ગોઠવવામાં આવેલ હતો. આમ, એક સાથે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ બેડામાંથી નિવૃત્ત થતાં, છ પોલીસ અધિકારીઓ/જવાનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો.