અમદાવાદ, તા.ર૯
ભાવનગર યુનિવર્સિટીની બીસીએની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષામાં ભાજપ પ્રદેશ જીતુભાઈ વાઘાણીનો પુત્ર ચોરી કરતા ઝડપાઈ જતાં આ મામલે રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી હતી અને ‘ચોકીદાર’નો પુત્ર જ ચોર એવી ચર્ચા વેગવંતી બની હતી. ત્યારે આ ઘટનામાં ભારે હોબાળા બાદ ખુદ જીતુ વાઘાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરવી પડી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, નિયમ અને કાયદો સૌના માટે સમાન છે મારા દિકારાએ ભૂલ કરી છે એવું હું માનુ છું યુનિવર્સિટીના નિયમ મુજબ એને સજા થવી જોઈએ. ભાવનગર યુનિર્વિસિટીની પ્રથમ સેમેસ્ટરની એટીકેટીની પરીક્ષામા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના પુત્ર ચોરી કરતા પકડાઈ જતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં ભારે હોબાળા બાદ જીતુ વાઘાણીના દિકરા મીત મામલે એક પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરવી પડી હતી. જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, નિયમ અને કાયદો તમામ માટે સમાન હોય છે. જેથી આજથી મારો પુત્ર મિત પરીક્ષા આપવા નહીં જાય. ગઇકાલે બનેલી ઘટના ખુબ ગંભીર છે. જેના લીધે અમારા પરિવારે નક્કી કર્યું છે કે તે આગામી પરીક્ષાઓ આપવા નહીં જાય. હું માનું છું મારા દીકરાએ ભૂલ કરી છે યુનિ.ના નિયમ મુજબ તેને સજા થવી જોઈએ. ગઇકાલે જીતુ વાઘાણીના પુત્રને લઇને બનેલી ઘટનામાં મળતી માહિતી અનુસાર, ભાવનગર યુનિર્વિસટીની પ્રથમ સેમેસ્ટરની એટીકેટીની પરીક્ષામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના પુત્ર ચોરી કરતા પકડાઈ જતા ભારે હોબાળો થયો હતો. પ્રદેશ ભાજપ અધ્યક્ષનો પુત્ર ચોરી કરતા પકડાઈ જતા ગુજરાતનું રાજકારણ પણ ગરમાઇ ગયું હતું. અલબત્ત યુનિ.ના કુલપતિ સત્તાવાર રીતે નામ જાહેર કર્યુ નહોતું. તેઓેએ માત્ર ૭ વિદ્યાર્થીઓ સામે કોપીકેસ થયા હોવાનુ મીડિયા સમક્ષ જાહેર કર્યુ છે. આ અંગે યુનિ.ના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભાવનગર યુનિ.ની પ્રથમ ચરણની પરીક્ષાનો મંગળવારથી આરંભ થયો હતો. યુનિ.ની પ્રથમ ચરણની પરીક્ષામાં યુ.જી. સેમેસ્ટર-૧, ૩ અને- ૫ના એટીકેટીના છાત્રો પરીક્ષા આપી રહ્યા છે. પ્રથમ ચરણની પરીક્ષામા ૧૦ હજાર છાત્ર નોંધાયા છે, પ્રથમ ચરણની પરીક્ષા અંતર્ગત શહેરની સ્વામિ વિવેકાનંદ કોલેજના છાત્ર મીત જીતુભાઈ વાઘાણી એમ.જે.કોલેજ ઓફ કોમર્સમાં સીટ નંબર-૨૧૨૧૦૦૬૬ પરથી બી.સી.એ. સેમેસ્ટર-૧ની પરીક્ષા આપી રહ્યા હતા. તેઓ બીસીએ સેમેસ્ટર-૧ની પરીક્ષાની ઉત્તરવહીમાં ૨૭ પાનની માઈક્રો ઝેરોક્ષમાંથી લખતો હતો. મીત વાઘાણીને ઉત્તરવહીમાં કોપી કરતા હોવાનુ એમ.જે. કોલેજ ઓફ કોમર્સના બ્લોક સુપરવાઈઝરના ધ્યાન પર આવતા કોપીકેસ કર્યો હતો.