(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
કેન્દ્રએ સોમવારે કોન્સ્ટેબલ તેજબહાદુર યાદવને ર૦૧૭માં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)માંથી પદભ્રષ્ટ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. તેજ બહાદુર યાદવે સુરક્ષા કર્મચારીઓને પીરસવામાં આવતા ભોજનની હલકી ગુણવત્તા અંગે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો. સરકારે પંજાબ અને હરિયાણા કોર્ટને જણાવ્યું હતું કે, યાદવ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વીડિયોએ સશસ્ત્ર દળોને બળવા તરફ દોરી શકે છે. બીએસએફ અને કેન્દ્રએ એક જવાબમાં જણાવ્યું હતું કે, યાદવ દળની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા ઈચ્છે છે અને તેથી જ તેમણે આ વાર્તા બનાવી છે. તેઓએ યાદવની ફરિયાદને એક ખરાબ વિચાર ગણાવ્યો હતો. સરકારે પોતાના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, યાદવે જે ગુનો કર્યો છે, તેની સરખામણીએ તેને ખૂબ જ ઓછી સજા આપવામાં આવી છે. સરકાર વીડિયોમાં દર્શાવેલ દાળ વિશે પણ જવાબ આપ્યો હતો કે, આવા ભોજનનો હેતુ બીએસએફના જવાનોમાં વધુ પડતા તીખા અને ઓઈલી ભોજનને કારણે થતાં હાર્ટએટેકના જોખમને ઘટાડવાનો હતો.