કેન્દ્ર સરકારે બંધારણ  વિરૂદ્ધના કાળા કાયદા સીએએ તેમજ  એનઆરસી અને એનપીઆરના વિરોધમાં દેશભરમાં અનેક સ્થળોએ ધરણા યોજાઈ રહ્યા છે. અમદાવાદમાં પણ બાપુનગર મોરારજી ચોક બાદ જુહાપુરામાં ગેબનશાહપીરની દરગાહ પાસે ગુલિસ્તાન બાગ ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ ધરણા શરૂ કરી નવું શાહીનબાગ શરૂ કર્યું છે. સોમવારે રાત્રે શરૂ થયેલા આ ધરણામાં સરખેજ, જુહાપુરા, ફતેહવાડી, વેજલપુર સહિત  આસપાસની સોસાયટીઓની મહિલાઓ ઉમટી પડી હતી, અને આ કાળો કાયદો પાછો ખેંચવા ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.