(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૧
હાલમાં વાહન ચાલકોને હોર્ન વગાડીને નોઇસ પોલ્યુશનનાં નામે ખિસ્સા ખાલી કરવા માટે વધુ એક ઝૂંબેશ હાથ ધરવામાં આવતા વાહન ચાલકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
શહેર ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે અભિયાન ચાલી રહ્યું છે. જેમાં વધુમાં વધુ ટુ વ્હીલરના ચાલકો દંડાય રહ્યા છે. હેલ્મેટ ના પહેર્યું હોય, કાર ચાલકે સીટ બેલ્ટ લગાવ્યું ન હોય તો ફોટા પાડીને ઇ-મેમો દ્વારા દંડ વસૂલવામાં આવે છે. ૪૦ની સ્પીડથી વધુ વાહન ચલાવનારાને પણ દંડવાનું શરૂ કર્યું છે. આમ કોઇને કોઇ બહાને ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષે કરોડો રૂપિયા દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. જેમાં નોઇસ પોલ્યુશનના નામે આજે ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા ૨૩૩ વાહનોને પકડીને રૂા.૨૩,૩૦૦ દંડની વસૂલાત કરી છે.
પોલીસ તંત્ર દ્વારા અનેક ગુનાઓ ડિટેકટ કરવાના બાકી છે. દિન-પ્રતિદિન ચોરીઓના બનાવો તેમજ લૂંટના બનાવો વધી રહ્યા છે. તાંદલજા વિસ્તારમાં છેલ્લાં ૧ માસમાં ચોરીઓનાં ૧૦ જેટલા બનાવો નોંધાયા છે. જેમાં પોલીસ હજુ સુધી એકપણ ગુનો ઉકેલી શકી નથી. ફકત ટ્રાફિકના નિયમો હેઠળ પૈસા વસૂલ કરવામાં લાગી હોય તેવો આક્ષેપ વાહન ચાલકોએ કર્યો હતો. વાહન ચાલકોનાં ખિસ્સા હળવા થઇ રહ્યાં હોવા છતાં શહેરની નેતાગીરી ચૂપ બેસી રહી છે.
વડોદરામાં નોઈસ પોલ્યુશનના નામે વાહનચાલકોને દંડ ફટકારવાની ઝૂંબેશ

Recent Comments