(એજન્સી) તા. ૪
નોઈડાના સેક્ટર ૧૩૫ના છાપરોલી ગામમાં એક સ્થાનિક મસ્જિદ તોડી પડાતાં તંગદિલી સર્જાઈ છે. જોકે ગામડાના કોઈ એક સમુદાયના દ્વારા અહીં થતી જુમ્માની નમાઝનો વિરોધ કરવામાં આવતો. આ કારણસર આ મસ્જિદ તોડી પાડવામાં આવી હોવાની માહિતી મળી છે. જોેકે આ મામલે હજુ હ્લૈંઇ નોંધાય તે પહેલાં જ સ્થાનિક સમુદાયો તથા જિલ્લા અધિકારીઓ વચ્ચે મંગળવાર સવારે જ અનેક મામલે બેઠક યોજાઈ ગઈ છે.
આ મામલે ગૌતમ બુદ્ધ નગરના તપાસકર્તા એસએસપી લવ કુમારે જણાવ્યું કે સેક્ટર ૧૩૫માં એક મસ્જિદ તોડી પાડવાની ઘટના બની છે. અમે આ મામલે ફરિયાદ નોંધી છે પણ એફઆઈઆર દાખલ કરવાની હજુ બાકી છે. જોકે ગામમાં સ્થિતિ હાલ કાબૂમાં છે અને ત્યાં કોઈ તંગદિલી જોવા મળી રહી નથી. જોકે અગમચેતી પગલાં સ્વરૂપે ત્યાં સુરક્ષાદળો તૈનાત કરી દેવાયા છે. આ ઘટના સોમવારે ૯ વાગ્યાના સુમારે બની હતી. મસ્જિદની સમિતિના સભ્ય નુરમોહમ્મદે આ માહિતી આપી હતી. કેટલાક યુવકોએ ઈમામ (મસ્જિદના મૌલવી) સાથે મારપીટ કરી હતી. તેઓ મસ્જિદના બારી બારણાં અને કબ્રસ્તાનમાં પણ તોડફોડ કરી હતી. અમે આ મામલે પોલીસને જાણ કરતાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ આ મામલે ગામમાં બેઠક થઈ. અમે આવતીકાલ સુધી રોકાવાનો નિર્ણય કર્યો અને પછી નવી બેઠક થઈ. અમને આશા છે કે ગુનેગારો માફી માગશે. આ ગામની ઘટના છે. અમે બધા એકબીજા સાથે હળીમળીને રહીએ છીએ. તેમણે જણાવ્યું કે આ હુમલાખોરો ઘણા દિવસોથી મસ્જિદની કામગીરી અને મસ્જિદને બંધ કરવાની માગણી કરી રહ્યા હતા. કેટલાક અસામાજિક તત્વો ખાસ કરીને વિસ્તારના યુવાનો અઝાન સામે વિરોધ નોંધાવી રહ્યા હતા. આ મામલે ગુરુવારે હવે બેઠક યોજાવાની હતી. જોકે છેલ્લી ઘડીએ જગ્યા બદલી નખાતા અમે ગેરહાજર રહ્યા હતા. કેટલાક લોકોએ અમને ચેતવણી આપી છે કે અમે તોડફોડ કરીને તમારી સાથે મારપીટ કરીશું. મોહમ્મદે કહ્યું કે અગાઉ ક્યારેય આ ગામમાં તોડફોડ કરવામાં આવી નથી અથવા ક્યારેય કોઈ કોમી હિંસા બની નથી. આ ઘટનાઓ મસ્જિદને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ ગયા બાદ જ શરૂ થઈ છે. અગાઉ આ નૂર મસ્જિદ ગામમાં હતી. આ નાનું ગામ છે.