(એજન્સી) નવી દિલ્હી,તા.૬
દિલ્હી નજીક આવેલા નોઈડામાં પોલીસે મોડી રાત્રે ચાલી રહેલી રેવ પાર્ટીમાં પોલીસે છાપો માર્યો. નોઈડાના એક ફાર્મ હાઉસમાં ચાલી રહેલી રેવ પાર્ટીમાં પોલીસે છાપો મારીને ૧૯૨ છોકરા-છોકરીઓની ધરપકડ કરી, જેમાં ૧૬૧ છોકરાઓ અને ૩૧ છોકરીઓની ધરપકડ થઇ છે. પોલીસે જણાવ્યું કે પકડવામાં આવેલા બધા જ છોકરા-છોકરીઓ દિલ્હીના રહેવાસી છે. પોલીસ અનુસાર રેવ પાર્ટી કોઈ પણ પરમિશન વિના થઇ રહી હતી. પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. નોઈડાના એક્સપ્રેસ વે પાસે ફાર્મ હાઉસમાં રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસને જેવી આ બાબતે સૂચના મળી ત્યારે પોલીસની ચાર ટીમ જગ્યા પર પહોંચી ગઈ અને તેમને ત્યાં નશામાં ધૂત છોકરા-છોકરીઓની ધરપકડ કરી. પોલીસે આ મામલે ફાર્મ હાઉસના માલિક અમિત ત્યાગીની પણ ધરપકડ કરી છે. પોલીસે આ રેવ પાર્ટીથી કુલ ૧૯૨ લોકોની ધરપકડ કરી છે, જેમાં ૧૬૧ છોકરાઓ અને ૩૧ છોકરીઓ શામિલ છે. પોલીસે અનુસાર તેમને ખુબ જ વધારે દારૂ પીધો હતો અને બીજા અલગ અલગ પ્રકારના નશા પણ કરવામાં આવી રહ્યા હતા.