સુરત,તા.૧૯
ઘોડદોડ રોડ રંગીલા પાર્ક ધર્મેશ એપાર્ટમેન્ટના ત્રણ ફલેટમાં ઘરકામ માટે જતી નોકરાણીએ ફ્‌લેટ માલીકની નજર ચુકવી કુલ રૂપિયા ૬૦ હજાર ઉપરાંતના મતાની ચોરી કરી હતી.
ઉમરા પોલીસના જણાવ્યા મુજબ ઘોડદોડ રોડ ધર્મેશ એપાર્ટમેન્ટમાં રહેતા ગીરીશ ચીમનલાલ શાહ તેમજ તેના બાજુમાં ફલેટમાં રહેતા સંજય અને સંતોષ ગોલના ઘરે સફાઈ કામ માટે સરલાબેન મહેશ કોકણા રાખી છે દરમિયાન સરલાબેને ગઈકાલે મોડી સાંજે ત્રણેય ફલેટના માલીકોની નજર ચુકવી કુલ રૂપિયા ૬૦,૬૦૦ના મતાની ચોરી કરી હતી. સરલાબેનને ચોરી કરતા ગીરીશભાઈ શાહને પકડી પાડ્‌યા બાદ ઉમરા પોલીસને જાણ કરતા પોલીસે ગીરીશભાઈની ફરિયાદ લઈ નોકરાણી ધરપડક કરી આગળની તપાસ હાથ ધરી છે.