(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨પ
આણંદ શહેરમાં ફાયનાન્સ માટે એજન્ટ તરીકે નોકરી આપવાના બહાને બેરોજગાર યુવાનો સાથે લાખો રૂપિયાન છેતરપીંડી થતાં આ અંગે છેતરપીંડીનો ભોગ બનેલા યુવાનોએ આણંદ ટાઉન પોલીસ મથકે લેખીત ફરીયાદ આપી રજુઆત કરી છે. જે અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે.
મળતી વીગતો અનુસાર આણંદ શહેરમાં મહીલાઓને અને તબેલા તેમજ જમીન પર પ૦ હજારથી લઈને ૩ લાખ રૂા. સુધીની લોન આપવા માટે એજન્ટો જોઈએ છે ની જાહેરાત એક ફાયનાન્સ કંપની દ્વારા આપવામાં આવી હતી. જેમાં ધો-૧૦થી૧ર પાસ ગ્રામ્ય વીસ્તારના લોકોને એજન્ટ તરીકે નોકરી આપી પગાર, બોનસ અને કમીસન આપવાની લાલચ આવી હતી.તેમજ આણંદ ખેડા અને નડીયાદ તાલુકામાં તેમજ જીલ્લાભરમાં નોકરી આપવાનું જણાવતાં આણંદ શહેરમાં કીશોર પ્લાઝા બીલ્ડીંગમાં છઠ્ઠામાળે આવેલ રાજ યોજના ફાયનાન્સમાં બેરોજગાર યુવાનોએ સંપર્ક સાધ્યો હતો. બે રોજગાર યુવાનોએ આ ફાયનાન્સ કંપનીનો સંપર્ક સાધતા તેઓને ઓફીસના સંચાલકે રજીસ્ટ્રેસન ફી પેટે વ્યકિત દીઠ પપ૦ લીધા બાદ ગત તા.૪-પ-ર૦૧૮ના રોજથી નોકરી પર હાજર રહેવાનું જણાવેલ અને અલગ અલગ પ્રકારની લોન અપાવવા માટે લોકો પાસેથી ચુંટણી કાર્ડ, આધારકાર્ડ, રેશનકાર્ડ, ત્રણ ફોટા, આકરણી જેવા પુરાવા મેળવી જે વ્યકિતને લોન લેવી હોય તેની પાસેથી ૩૧૦૦ મેળવી ફોર્મ ઓફીસમાં જમા કરાવવાની જવાબદારી સોંપી હતી.
ગત તા. ર૧-પ-ર૦૧૮ના રોજ ચીરાગભાઈ રાવળ સહીતના યુવાનો આ ફાયનાન્સ કંપનીની ઓફીસમાં જતાં ઓફીસને તાળુ મારેલું હતું અને કલ્પેશભાઈનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેથી તેઓએ ઓફીસના માલીક (સેક્રેટરી) અરૂણ પટેલનો સંપર્ક કરતાં તેઓને પુછયુ હતુ કે તમોએ કલ્પેશભાઈને ઓફીસ ભાડે આપી હતી. તે કયાં ગયા છે તેવી પુછપરછ કરતાં અરૂણ પટેલે કહ્યું હતું કે આ ઓફીસ બંધ થઈગઈ છે અને આવુ બધુ તો અહીયા બનતુ જ રહે છે. જેથી ચીરાગભાઈ રાવળે ૭પ હજાર રૂા. અંકીતકુમાર ઠાકોરે ર લાખ રૂા., રૂકસાનાબેન દીવાને ૧ લાખ રૂા. અને ઉમેશભાઈ પરમારે ર લાખ રૂા. અને સાબાબેને ૮૦ હજાર રૂા.ની રકમ જમા કરાવી હતી. તેમજ તેઓની સાથે અન્ય એજન્ટોએ પણ નાણાં જમા કરાવ્યાં હતાં. જે એજન્ટ તરીકે નોકરી આપવાના બહાને તેઓની સાથે વીશ્વાસઘાત અને છેતરપીંડી થઈ હોવાનું જણાતાં આજે છેતરપીંડીનો ભોગ બનેલા યુવાનો બોરસદ ટાઉન પોલીસ મથકે દોડી ગયાં હતા અને ટાઉન પીઆઈને છેતરપીંડી અંગે લેખીત રજુઆત કરી હતી. જે અરજી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.