(એજન્સી) મુંબઈ, તા.ર૩
હાલમાં ભારતની સ્થિતિ જોતા કોઈપણ વ્યક્તિ સરળતાથી એવું માની લે છે કે ભારત શાકાહારી દેશ છે પરંતુ આ હકીકત નથી. ફક્ત ભારતનો એક ઉત્તર ભાગ મહદ્‌ અંશે શાકાહારી છે. જ્યારે દક્ષિણ અને ઉત્તર-પૂર્વના રાજ્યો સંપૂર્ણ માંસાહારી છે. જ્યાં લોકો વિવિધ નોનવેજ માંસ, માછલી, ઈંડા ખાય છે. નેશનલ હેલ્થ ડેટા મુજબ ૮૦ ટકા ભારતીય પુરૂષો અને ૭૦ ટકા મહિલાઓ માંસાહારી છે. આ ડેટા એવું પૂરવાર કરતો નથી કે તેઓ રોજ માંસાહાર કરે છે. રોજિંદો ખોરાક તો દૂધ-શાકભાજી દાળ છે. ૪૮.૯ % પુરૂષો અને ૪ર.૮ % સ્ત્રીઓ અઠવાડિયામાં એકવાર નોનવેજ આરોગે છે. ઈન્ડિયન સ્પેન્ડ ફેક્ટ એક્ટ રિપોર્ટ મુજબ કેરાલામાં સૌથી વધુ ૯ર.૮ % મહિલાઓ અને આસામમાં ૮૦.૪ % મહિલાઓ અઠવાડિયામાં એકવાર નોનવેજ ખાય છે. પંજાબમાં ૧૦ % લોકો નોન વેજીટેરીયન છે. રાજસ્થાનમાં ૧૦.ર%, હરિયાણામાં (૧૩%) પંજાબમાં ૪% રાજસ્થાનમાં ૬% હરીયાણામાં ૭.૮% મહિલાઓ ઈંડા ખાતી નથી. જ્યારે ર૯.૯ નોનવેજ ખાનાર મહિલાઓ માંસ કે માછલી ખાતી નથી. ૧૦માંથી ર લોકો ઈંડા ખાતા નથી. ર૧.૬ % પુરૂષો મીટ કે માછલી ખાતા નથી. પુરૂષો પ૦.પ % ઈંડા ખાય છે. જ્યારે ૪૯.ર % મીટ-માછલી ખાય છે. શહેરીજનો વધારે નોનવેજ વાપરે છે. ધર્મ પ્રમાણે ખ્રિસ્તીઓ ઈંડા-માંસ આરોગે છે. જેમાં ૭૧.પ % ઈંડા અને ૭પ.૬ % માંસ આરોગે છે. મહિલાઓ પ૯.૭ % અને ૬૭.૩ % આરોગે છે. મુસ્લિમ પુરૂષો ૬૬.પ % ઈંડા અને ૭૩.૧ % માંસ આરોગે છે. જ્યારે મુસ્લિમ મહિલાઓ પ૯.૭ % ઈંડા અને ૬૭.૩ % માંસ આરોગે છે. નોનવેજ ફૂડનો ટ્રેન્ડ ધનિક પરિવારોમાં ફેશન છે.