(એજન્સી)
કુઆલાલમ્પુર,તા.૧૯
એક હિજાબ પહેરેલી મલેશિયન પહેલવાન જેને ફિનિક્સ તરીકે ઓળખવામાં આવે છે, એક એવી મહિલા મુસ્લિમ પહેલવાન જે પુરૂષપ્રધાન વિશ્વમાં વિરોધીઓને લલકારી રહી છે. લો-પેટર્નવાળી પેન્ટ એક કાળા અને નારંગી કલરનો હિજાબ માથે પહેર્યો છે. નૂર ડાયના અનેક મોટા દર્શકોની સામે પોતાના મોટા હરીફોને ફેંકવા માટે પરિસ્કૃત ચાલનો ઉપયોગ કરે છે. માત્ર પ ફૂટ એક ઈંચ લંબાઈ અને ૪૩ કિલોગ્રામ વજનની સાથે તેની ગતિ અને ચપળતા તેના લગભગ તમામ હરીફ માટે ભયાનક છે અને પોતાને કુસ્તીમાં આવવા માટે રૂઢિવાદીઓની ટીકાથી દૂર ૧૯ વર્ષીય સોશિયલ મીડિયા પર એક હિટ બની ગઈ છે અને અન્ય મહિલાઓમાં હિજાબ પહેરવાની રૂચિને વધારી દીધી છે. તેણે હાલમાં જ એક લડાઈ જીત્યા પછી રિંગમાં જણાવ્યું કે, ભલે જ હું મુસ્લિમ છું અને હું હિજાબ પહેરૂં છું, પરંતુ મને કોઈ વસ્તુથી પ્રેમ કરવાથી કોઈપણ રોકી શકતું નથી. તે સ્થાનિક સંગઠન મલેશિયા પ્રો રેસલિંગ (એમવાયપીડબ્લ્યુ)માં ભાગ લે છે. જેની સંયુક્ત રાજ્ય અમેરિકાના ખૂબ જ લોકપ્રિય વિશ્વ કુસ્તી મનોરંજનની સાથે સમાનતાઓ છે.
નૂર ડાયના એક છદ્મ નામ તરીકે પોતાની વાસ્તવિક ઓળખને છતી કરવા ઈચ્છતી નથી, તે શરમાળ અને મૃદુભાષી છે, અને તે દિવસમાં એક હોસ્પિટલમાં નોકરી કરે છે. પરંતુ જ્યારે તે રિંગમાં આવે છે, તો ભયાનક ફિનિક્સમાં બદલાઈ જાય છે. નૂર ડાયનાએ કુઆલાલમ્પુરની બહાર પુચોંગમાં એક કુસ્તી જીમમાં જણાવ્યું કે, ફિનિક્સ તરીકે હું એક સંપૂર્ણપણે અલગ છું. તે નાની હોય શકે છે પરંતુ તે એવી વસ્તુઓ કરી શકે છે જે લોકો કલ્પના પણ કરી શકતા નથી. તેમણે સમજાવ્યું કે, જ્યારે તેઓ રિંગમાં હોય છે, તો તેઓ ઝડપી હોય છે અને હંમેશા જીતવા ઈચ્છે છે.
નૂર ડાયનાએ પ્રથમ વખત પહેલવાન બનવાનું સ્વપ્ન પછી ર૦૧પમાં પહેલવાન તરીકે તાલીમ શરૂ કરી. મલેશિયાના ૩ર મિલિયન લોકોમાંથી ૬૦ ટકાથી વધુ લોકો જાતીય મલય મુસ્લિમ છે અને જ્યારે ઈસ્લામનું પાલન સામાન્ય રીતે મધ્યમ અને સહિષ્ણુ છે, સમાજ અત્યારે પણ રૂઢિવાદી છે. દેશમાં અનેક મુસ્લિમ મહિલાઓ પારંપારિક રીતે કપડાં પહેરવા માટે ઈસ્લામી જરૂરિયાતો મુજબ પારંપારિક હેડસ્કાર્ફ અને ઢીલા કપડાં પહેરે છે. તેણે જણાવ્યું કે, શરૂઆતમાં આ હંમેશા મુશ્કેલ રહ્યું, કારણ કે ઘણા બધા લોકોએ જણાવ્યું કે, હું કુસ્તી નથી કરી શકતી કારણ કે હું એક મુસ્લિમ છું અને હિજાબ પહેરું છું. પરંતુ તેમણે પોતાના પરિવારના સંપૂર્ણ સમર્થનની સાથે અને જુલાઈની શરૂઆતમાં પોતાની અત્યાર સુધીની મોટી સફળતાનો આનંદ લીધો, ચાર પુરૂષોને હરાવીને મલેશિયન કુસ્તી ચેમ્પિયનનો તાજ પહેર્યો. જ્યારે આ લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે. દક્ષિણ પૂર્વ એશિયન દેશમાં કુસ્તી અપેક્ષાકૃત નાની છે. કેટલાક સો સમર્થકોના સામે દર બેથી ત્રણ મહિનામાં લગભગ ૩૦ ફાઈટર્સ અને મેચ થાય છે. નૂર ડાયના માત્ર બે મહિલા પહેલવાનોમાંથી એક છે. એજુક શોકત ફોન્સેકા, તેના કોચ અને સાથી પહેલવાને જણાવ્યું કે, જેવી જ તે લોકપ્રિય થઈ ગઈ, અમારા સાથીઓને હિજાબથી ઘણા બધા સંદેશ મળ્યા. જેમણે કુસ્તીમાં સામેલ થવા વિશે પૂછપરછ કરી. તેણે અડચણ તો તોડી દીધી અને માત્ર આ સાબિત કરી દીધું કે, જો તે આવું કરી શકે છે, તો તે પણ કરી શકે છે.