(એજન્સી) પ્યોંગપ્યોંગ, તા. ૩૧
ઉત્તર કોરિયાના છઠ્ઠા પરમાણ પરીક્ષણ અને તેની માઠી અસરોની હકીકત હવે સામે આવી રહી છે. જાપાની ટીવીએ દાવો કર્યો છે કે પરમાણુ પરીક્ષણને કારણે એક સુરંગ ધસી પડી હતી તેમાં ૨૦૦ કરતા પણ વધારે લોકોના મોત થયાં છે. સંરુંગ પરમાણુ સ્થળ નજીક હતી. જાપાની ટીવી અસાહીએ મંગળળારે ઘટના સાથે જોડાયેલા લોકોને ટાંકીને ખબર આપી હતી કે ઉત્તર કોરિયાની પંગ્ગી રી પરમાણુ પરીક્ષણ સ્થળ સુરંગ ધસી પડી હતી જેમાં ૨૦૦ લોકોના મોત થયાં. પરીક્ષણ બાદ ૧૦ સપ્ટેબરના દિવસે આ ઘટના બની હતી. જ્યારે રાહત બચાવ અભિયાન ચાલી રહ્યું હતું ત્યારે બીજી વાર પણ સુરંગ ધસી પડી હતી તેમા મરનારની સંખ્યા ૨૦૦ ને પાર પહોંચી. વિશેષજ્ઞોએ આ પહેલા પણ ચેતવણી ઉચ્ચારી છે કે પરીક્ષણ સ્થળ નજીકના વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અને ભુસ્ખલનને કારણે છઠ્ઠ પરમાણુ પરીક્ષણ હોઈ શકે છે. આને કારણે આ વિસ્તાર અસ્થિર બન્યો. ૨૦૦૬ પછી આ પરમાણુ સ્થળે કુલ છ વાર પરમાણુ પરીક્ષણ થઈ ચૂક્યું છે. ૩ સપ્ટેબરના દિવસે થયેલા છઠ્ઠા પરમાણુ પરીક્ષણ બાદ સેટેલાઈટ દ્વારા લેવામાં આવેલી તસવીરમાં ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકાઓ અનુભવવામાં આવ્યાં હતા. જાપાનના આકલન અનુસાર ઉત્તર કોરિયાએ ૨ સપ્ટેબરના રોજ જે હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું હતું તે જાપાનના હિરોશીમા શહેર પર ફેંકવામાં આવેલા હાઈડ્રોજન બોમ્બ કરતાં આઠ ગણો શક્તિશાળી હતો. માનવામાં આવી રહ્યું છે કે લગાતાર પરમાણુ પરીક્ષણને કારણે આ વિસ્તારની જમીન પોચી અને ઢીલી પડી ગઈ છે. ઉત્તર કોરિયામાં થયેલા પરમાણુ અકસ્માતની ખબર એવે ટાણે આવી છે કે જ્યારે આવતે અઠવાડિયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દક્ષિણ કોરિયાની મુલાકાતે જઈ રહ્યાં છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન અને ડોનાલ્ડ ટ્રંપ વચ્ચે જુબાની જંગ ચાલી રહ્યો છે.