International

અમેરિકા પ્રતિબંધો દૂર નહીં કરે તો પરમાણુ કાર્યક્રમ પુનઃ શરૂ કરવાની ઉત્તર કોરિયાની ચીમકી

(એજન્સી) સિઓલ, તા.પ
ઉત્તર કોરિયાએ તેની વિરૂદ્ધ લગાવેલ આર્થિક પ્રતિબંધોને જો અમેરિકા દૂર નહીં કરે તો તે પરમાણુ હથિયાર મજબૂત કરવા સંબંધિત તેની ‘પ્યોંગજિન’ નીતિને ફરીથી વધુ પ્રભાવી બનાવી શકે છે એવી અમેરિકાને ચીમકી આપી હતી. પ્રતિબંધોના અમલ અને ઉત્તર કોરિયા પર પરમાણુ કાર્યક્રમ બંધ કરવાના દબાણને કારણે વોશિંગ્ટન અને સિઓલ વચ્ચે કડવાશથી પૃષ્ઠભૂમિને પગલે વિદેશમંત્રાલયે શુક્રવારે આ નિવેદન જારી કર્યું હતું.
ઉત્તર કોરિયાએ તેના પરમાણુ કાર્યક્રમો સંબંધમાં અમેરિકા સાથે ચાલી રહેલ વાતચીત ખતમ કરવાની ધમકી આપી દીધી છે. મંત્રાલયના ઈન્સ્ટીટ્યુટ ઓફ અમેરિકન સ્ટડીઝના ડાયરેક્ટર દ્વારા જારી નિવેદનમાં જણાવ્યું છે કે, અમેરિકા જો એમ વિચારતું હોય કે વારંવાર પ્રતિબંધ લાગુ કરવા અને દબાણ વધારવાથી ઉત્તર કોરિયાનું પરમાણુ નિરસ્ત્રીકરણ થશે તો તે મુર્ખામીભર્યું અને હાસ્યાસ્પદ છે. તેમણે કહ્યું કે, સંબંધોમાં સુધારો અને પ્રતિબંધો બંને એકલાયે કામ કરી શકે નહીં. ઉલ્લેખનીય છે કે, કેટલાક મહિના પહેલાં ઉત્તર કોરિયા શાસક કિમ જોંગ ઉને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંપૂર્ણ નિરસ્ત્રીકરણ માટે સંમતિ દર્શાવી હતી. જેને લીધે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો કાયમ થશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.