અમદાવાદ, તા.ર૮

ભારતની સૌથી પ્રખ્યાત માનવ અધિકાર કાર્યકર્તા કે જેઓ ર૦૦રમાં ગુજરાતમાં થયેલા કોમી રમખાણોના કેસ હાથ પર લઈને ઝઝૂમી રહ્યા છે, એવા તિસ્તા સેતલવાડે ‘કાઉન્ટરવ્યુ’ને જણાવ્યું હતું કે, તેમના એનજીઓ સિટીઝનલ ફોર જસ્ટિસ એન્ડ પીસ (સીજેપી)એ નવેસરથી આદરેલી કવાયત દરમિયાન જાણવા મળ્યું કે ગોધરા કાંડ પછી ર૮ ફેબ્રુઆરી ર૦૦રથી ફાટી નીકળેલી કોમી હિંસામાં કમસે કમ ૧૯ર૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ગુજરાત સરકારનો સત્તાવાર આંકડો ૧૦૪૪ લોકો જેમાંથી ૭૪૦ મુસ્લિમ અને રપ૪ હિન્દુ હતા તેના વિરોધમાં તિસ્તા સેતલવાડે કહ્યું કે, સીજેપી હાલ ગુજરાત નરસંહારની ૧પમી તિથિ સંદર્ભે તૈયારી કરી રહી છે અને જેમાં મૃત્યુ પામેલા તથા લાપતા બનેલા તમામ લોકોને આવરી લઈને રાજ્ય સરકાર દ્વારા અપાયેલા આંકડામાં રહેલા તથ્યને ઉજાગર કરાશે. તેમણે કહ્યું કે, એક વખત અમે તમામ આંકડા પછી અમે વિપક્ષના સાંસદોની મદદથી સંસદનો રેકોર્ડ સુધરાવવાનો પ્રયત્ન કરીશું.

સીજેપીની એકમાત્ર મોટી ઉપલબ્ધી અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, એક ડઝનથી વધુ મોટી ક્રિમિનલ ટ્રાયલ થકી રમખાણ કરનારા ૧પ૭ લોકો કે જેમાંથી ૧૪રને આજીવન કેદની સજા અપાવી શકયા એ પ્રથમ મહત્ત્વનું ડગ બની રહ્યું. હાઈકોર્ટમાં અપીલ થકી આમાંથી ૧૯ છૂટી ગયા છે પરંતુ સીજેપી તેમને સુપ્રીમ સુધી લઈ જવા તૈયારી કરી રહ્યું છે. વધુ વિગતો આપતા તેમણે કહ્યું કે, સેસન્સ કોર્ટ સુધીના સ્તરે ર૦૦રના તમામ કેસ પૂર્ણતાને આરે છે. આ ઉપરાંત બિલ્કીસ બાનો, ઈરલ ઘોડાસર અને સેસાનના કેસોના ચુકાદા આવી ચૂકયા છે. જો કે, તેમણે અફસોસ વ્યકત કરતાં કહ્યું કે પંડાટવાડા ગામ અને કિડિયાદ (કે જ્યાં ૬૧ મુસ્લિમોને ટેમ્પોમાં જીવતા સળગાવી દેવાયા હતા) એ કેસ ગુજરાત પોલીસના કારણે પૂર્ણ ન થઈ શકયા. અન્ય કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે ત્યારે સરદારપુરા કેસની સુનાવણી થઈ, નરોડા પાટીયા કેસ ચાલુ છે. જો કે, એસઆઈટીએ બચી જનારાઓને નોંધારા મૂકી દીધાનો સંકેત પણ તેમણે આપ્યા. આ ઉપરાંત સામૂહિક ગુના બદલ વહીવટીતંત્રની જવાબદારી સ્થાપિત કરતાં ઝાકીયા જાફરી કેસમાં પ્રથમ વખત પહેલ કરાઈ છે જે હાલ પેન્ડીંગ છે પરંતુ આ કેસમાં પોલીસથી માંડીને ગુજરાત હાઈકોર્ટ અને મેજિસ્ટ્રેટની અદાલતથી માંડીને ફરી એક વખત હાઈકોર્ટ સુધીની લાંબી મજલ કાપી છે અને આ કેસના કારણે જ સ્ટેટ એજન્સીઓ તેમના અને તેમના પતિ જાવેદ આનંદ પાછળ પડી ગઈ છે જેવી રીતે ન્યાય પ્રક્રિયા ચાલે છે એવી જ રીતે આવા હુમલાઓ, પ્રહારોનું પ્રમાણ વધે છે. આમાં પણ છેલ્લા ૧૦ મહિનાઓએ ગુજરાત પોલીસ અને વહીવટીતંત્રએ અનેક વખતે તેમને ડરાવવા, ધમકાવવા, અપમાનિત કરવા અને બનાવી કાઢેલા ખોટા કેસમાં ફીટ કરી ધરપકડ કરવા સહિતના કૃત્યો આચર્યા છે. માત્ર તેમની સામે જ નહીં પરંતુ ગુજરાત સરકારના નિવૃત્ત આઈપીએસ અધિકારી આર.બી.શ્રીકુમાર તેમજ રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટને પણ બંધારણ મુજબની તેમની ફરજ ચૂકવવા બદલ હેરાનગતિ કરવામાં આવી રહી છે. સીજેપીનું ધ્યાન અને સમગ્ર શક્તિ સ્વબચાવમાં લગાવી દેવી પડે તે રીતે હેરાનગતિ કરાઈ રહી છે અને માનવ અધિકાર માટે લડતા લોકોએ આવી કિંમત ચૂકવવાની તૈયારી રાખવી ઘટે. અહીં એ સમજવું ખૂબ જરૂરી છે કે ર૦૦રના કેસને ગુનાહિત ષડયંત્ર તરીકે ગણાઈને ન્યાય તોળવામાં આવે તે જરૂરી છે. નરોડા પાટિયા કેસનો ચુકાદો ર૮ ઓગસ્ટ ર૦૧રના રોજ આપતા જજ જ્યોત્સના યાજ્ઞિકે ઐતિહાસિક બાબત નોંધી અને હત્યાકાંડ પાછળ ગુનાહિત ષડયંત્ર હોવાનું સાબિત કર્યું. આમ છતાં જો કે, ૧૭ જુલાઈ ર૦૧૬ના જજ પી.બી.દેસાઈએ ગુલબર્ગ હત્યાકાંડ કોઈ ષડયંત્રનો ભાગ હોવાનો ઈન્કાર કર્યો અને એ રીતનો ચુકાદો આપ્યો. તન્વીરભાઈ જાફરીએ આ અંગે વાત કરતાં યોગ્ય જ કહ્યું કે, ૧રથી ૧પ હજાર માણસોનું ટોળું જાણે કે તે દિવસે માત્ર ચા-સમોસાનો આનંદ લેવા એકઠું થતું હતું. આ હત્યાકાંડમાં બચી ગયેલા સાયરાબેન સન્ધી અને રૂપાબેન મોદીએ સીજેપીના સહારે અપીલ કરી છે. પરંતુ એસઆઈટીએ ખાસ અદાલતના ચુકાદાને નથી પડકાર્યો એ અફસોસજનક છે.

 

નરોડા ગામ મામલામાં ચુકાદો હજુ પેન્ડિંગ

જુદા જુદા હત્યાકાંડનું ચિત્ર

કેસ         આરોપી અપરાધી              આજીવન કારાવાસ            નિર્દોષ

ઓડ-૧  ૪૬         ૨૩         ૧૮         ૨૩

ઓડ-૨  ૪૧         ૦૯         ૦૯         ૩૨

સરદારપુર           ૭૩         ૧૭         ૧૭         ૫૬

દિપડા દરવાજા  ૮૩         ૨૨         ૨૧         ૬૧

નરોડા પાટિયા    ૬૧         ૩૨         ૩૨         ૨૯

ગોધરા   ૯૫         ૩૧         ૨૦         ૬૪

બ્રિટિશ નાગરિક  ૦૬         –              –              ૦૬

ગુલબર્ગ                ૬૦         ૨૪         ૧૧         ૩૬

બેસ્ટ બેકરી           ૧૭         ૦૪         ૦૪         ૧૩

બિલકિશબાનુ કેસ              ૧૯         ૧૨         ૧૧         ૦૭

કુલ         ૫૦૧      ૧૭૪      ૧૩૨      ૩૨૭

નરોડા ગામ          ૮૪         –              –              ચુકાદો બાકી