(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.રપ
તાજેતરમાં આર.ટી.આઈ. હેઠળ પૂછવામાં આવેલી માહિતીમાં જણાવાયું છે કે અમદાવાદ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેન્ક લિ.માં નોટબંધી દરમ્યાન ૭પ૦ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે.
આ પ્રશ્ને આજે તા.રપના રોજ સુરત જિલ્લા યુવક કોંગ્રેસ અને માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંયુક્ત રીતે એક આવેદનપત્ર, માંગરોળનો નાયબ મામલતદાર (મહેસૂલ)ના અંઝારાને આપવામાં આવ્યું છે. રાજ્યના રાજ્યપાલને સંબોધીને તૈયાર કરાયેલ આ આવેદનપત્રમાં ઉપરોકત વિગતો સહિત વધુમાં જણાવાયું છે કે આ બેન્કમાં ૭પ૦ કરોડ રૂપિયાની જે નોટો જમા કરાવવામાં આવી છે એ રકમ સંદર્ભે તપાસ કરી, જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરાઈ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આ આવેદનપત્ર આપવા માટે મંજૂરી ન હોય, માંગરોળ પોલીસે તમામ કોંગી આગેવાનોને ડીટેઈન કર્યા હતા. આવેદનપત્ર આપતી વખતે રણધીરસિંહ આડમાર, શામજીભાઈ ચૌધરી, રૂપસીંગ ગામીત, બાબુભાઈ ચૌધરી હાજર રહ્યા હતા.